Union Budget 2023 India: ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે, જાણો ઓટો સેક્ટરને લઇને શું કરાઇ મોટી જાહેરાતો?

બજેટ 2023 ઓટો ઉદ્યોગ માટે ઘણું બધું લઈને આવ્યું છે. જેનો ફાયદો આગામી સમયમાં જોવા મળશે.

Continues below advertisement

Auto Budget 2023: બજેટ 2023 ઓટો ઉદ્યોગ માટે ઘણું બધું લઈને આવ્યું છે. જેનો ફાયદો આગામી સમયમાં જોવા મળશે. આ બજેટ દ્વારા સરકારે પ્રદૂષણ ઘટાડવા અને ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ચાલો તમને જણાવીએ કે અત્યાર સુધી શું જાહેરાત કરવામાં આવી છે.

Continues below advertisement

બજેટમાં ઓટો સેક્ટર માટે મોટી બાબતો બજેટ 2023માં નાણામંત્રી દ્વારા ઓટો સેક્ટર માટે મોટી જાહેરાતો કરી હતી. જેમાં વ્હિકલ્સ રિસ્પેલમેન્ટ પ્રાધાન્ય આપવામાં આવશે. જૂના વાહનોનો સ્ક્રેપ મારફતે નિકાલ કરવામાં આવશે. જેનો સૌથી મોટો ફાયદો પ્રદૂષણ ઘટાડવામાં થશે. જે હરિયાળું વાતાવરણ બનાવવામાં મદદ કરશે.

બીજી મોટી વાત કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે. જેથી કરીને રાજ્યો પણ જૂના વાહનોને બદલીને નવા વાહનો લઈ શકે. આ બજેટનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. જેમાં હાલની જૂની એમ્બ્યુલન્સને બદલવામાં આવશે, જે પ્રદુષણ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેનાથી ઘણી રાહતની આશા રાખી શકાય છે. 2023ના કેન્દ્રીય બજેટમાં પણ ઓટોમોબાઈલ સસ્તી થવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો સામાન્ય માણસના ખિસ્સાને થશે અને દેશમાં ઉત્પાદન ક્ષમતા વધારી શકાશે. ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે સરકારનું ખૂબ જ સકારાત્મક વલણ જોવા મળ્યું છે. આ બજેટ દ્વારા સરકાર ઈલેક્ટ્રિક વાહનોની કિંમતો વ્યાજબી રાખીને મોટાભાગના ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો તરફ વાળવાનો પ્રયાસ કરશે.

મોદી સરકારે દેશને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે દેશમાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં 50 વધારાના એરપોર્ટ, હેલીપોર્ટ બનાવવામાં આવશે. આ સાથે સરકાર એડવાન્સ લેન્ડિંગને રિવાઇવ કરવા માટે કામ કરશે. સરકારે તેની UDAN યોજનાને વધુ પ્રોત્સાહન આપવાની આશામાં 50 નવા એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી છે. જેનો હેતુ સમગ્ર દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સુધારવાનો છે.

આ સિવાય નાણામંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. મહિલાઓ માટે જાહેરાત કરતા તેમણે કહ્યું કે, "સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી રહી છે અને તેમના માટે નવી બચત યોજના આવશે." તેમાં 2 વર્ષ માટે રોકાણ કરી શકશે અને 2 લાખ રૂપિયા જમા કરી શકશે જેના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કોઈપણ મહિલા કે યુવતી ખાતું ખોલાવી શકશે અને તેમાંથી પૈસા ઉપાડવાની શરતો હશે. આ બજેટમાં મહિલા કલ્યાણ માટે આ એક મોટું પગલું છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola