Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે યુવાનોને રોજગાર આપવા માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ પીએમ પેકેજ હેઠળ રોજગાર લિંક્ડ સ્કીમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ, સરકાર પ્રથમ વખત રોજગારમાં આવતા નવા યુવાનોને ત્રણ યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય પૂરી પાડશે. આ યોજનાઓનો લાભ EPFOમાં નોંધણીના આધારે આપવામાં આવશે.
સ્કીમ-1
સંગઠિત ક્ષેત્રમાં આવતા કર્મચારીઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે જેઓ EPFOમાં નોંધાયેલા હશે. તેમને એક મહિનાનો 15,000 રૂપિયાનો પગાર DBT દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ માટે 1 લાખ રૂપિયા સુધીની પગાર મર્યાદા છે. આ યોજનાનો લાભ 2.10 લાખ યુવાનોને મળશે.
સ્કીમ-2: મેન્યુફેક્ચરિંગમાં રોજગારીની તકો વધારવા માટે એમ્પ્લોયર અને કર્મચારીઓ બંનેને પ્રોત્સાહનો આપવામાં આવશે. આ યોજનાથી 30 લાખ યુવાનોને ફાયદો થશે અને વધારાની રોજગારી ઊભી કરવામાં મદદ મળશે. આ યોજના હેઠળ સરકાર એમ્પ્લોયરને EPFOમાં યોગદાન માટે આગામી બે વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા રિમ્બર્સ કરશે. આ યોજનાનો લાભ 50 લાખ લોકોને મળશે.
સરકાર 1 કરોડ યુવાનોને મોટી 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપશે. આમાં 6000 રૂપિયાના વધારાના ભથ્થા સાથે દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
Budget 2024 Live Updates: નિર્મલા સીતારમણની બજેટ ભાષણમાં મોટી જાહેરાત
-સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.
-સરકાર SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે
-10 હજાર બાયો ફ્યુઅલ પ્લાન્ટ લગાવવામાં આવશે
-રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ.
તમને પહેલી નોકરીમાં એક મહિનાનું ભથ્થું મળશે. 1 લાખ રૂપિયાના પગાર પર સરકાર 3000 રૂપિયા પીએફમાં આપશે.