Gujarat Rain:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.


જાણો કેટલા તાલુકામાં વરસ્યો વરસાદ


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે કલ્યાણપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.


- દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ


-જૂનાગઢના માણાવદરમાં સવા 10 ઈંચ


-વિસાવદરમાં નવ ઈંચ વરસાદ


-સુરતના પલસાણામાં પોણા આઠ ઈંચ


-કેશોદમાં પોણા આઠ ઈંચ વરસાદ


-સુરતના બારડોલીમાં સવા સાત ઈંચ


-વલસાડના કપરાડામાં સાત ઈંચ  


-દ્વારકા તાલુકામાં સાડા છ ઈંચ


-વાપી તાલુકામાં સાડા છ ઈંચ


-માળિયા હાટિનામાં સવા છ ઈંચ


-ચીખલીમાં છ ઈંચ


-કામરેજમાં છ ઈંચ


-ઉપલેટામાં છ ઈંચ


-પારડીમાં પોણા છ ઈંચ


-ખેરગામમાં પોણા છ ઈંચ


- ઉમરગામમાં પોણા છ ઈંચ


- રાણાવાવમાં સાડા પાંચ ઈંચ


- વલસાડમાં સાડા પાંચ ઈંચ


- ગીર ગઢડામાં સવા પાંચ ઈંચ


- સુરતના માંડવીમાં પાંચ ઈંચ


- કુતિયાણામાં પાંચ ઈંચ


- નવસારી શહેરમાં સાડા ચાર ઈંચ


- કોડીનાર, સુરત શહેરમાં સાડા ચાર ઈંચ


- જૂનાગઢ શહેર અને જિલ્લામાં સવા ચાર ઈંચ


- મુન્દ્રા, પોરબંદરમાં સવા ચાર ઈંચ


- ધરમપુર, વંથલી, જલાલપોરમાં ચાર ઈંચ


- ઉમરપાડા, કચ્છના માંડવીમાં ચાર ઈંચ


- મેંદરડા, જૂનાગઢના માંગરોળમાં પોણા ચાર ઈંચ


- સુરતના મહુવા, અંકલેશ્વરમાં સાડા ત્રણ ઈંચ


- ગણદેવી, જામજોધપુરમાં સાડા ત્રણ ઈંચ


- સૂત્રાપાડા, વાલિયા, વાંસદા અને વ્યારામાં ત્રણ ઈંચ


- ધોરાજી, ભાણવડમાં ત્રણ ઈંચ


- સિહોર, ચુડા, ઉના અને ડોલવણમાં અઢી ઈંચ


- જામનગર, ચોર્યાસી,તાલાલામાં અઢી ઈંચ


- અબડાસા, તારાપુર, સોનગઢ,થાનગઢમાં બે ઈંચ


આગાહી વચ્ચે કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદથી બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શિવનગર તળાવના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. નખત્રાણા-લખપત-ભુજ હાઈવે પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે સ્કૂલોમાં રજા જાહેર કરાઇ હતી.