જાણો ક્યારથી ચલણમાં આવશે 200 રૂપિયાની નોટ? રીઝર્વ બેંકની શું છે યોજના?
ઘોષે જણાવ્યું, '૨૦૦ની નોટોના બે ફાયદા થશે, એક તો રોકડ લેવડ-દેવડમાં સરળતા થશે અને બીજું કે તેનાથી કુલ કરન્સીમાં નાની નોટની સંખ્યા વધારાશે.' જણાવી દઈએ કે નોટબંધી પહેલા ૫૦૦ની ૧,૭૧૭ કરોડ નોટ હતી અને ૧૦૦૦ની ૬૮૬ કરોડ નોટો હતી. આરબીઆઇના રિસર્ચ મુજબ નોટબંધી પછી મોટી નોટોના હિસ્સામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ઈકોનોમિસ્ટ સૌમ્ય કાંત ઘોષે જણાવ્યું કે, 'મોટી સંખ્યામાં નવી નોટ આવવાથી સામાન્ય વ્યકિતને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.' જણાવી દઈએ કે નોટબંધી બાદ ૨૦૦૦ની નોટો આવી હતી અને તેની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી હતી જેમાં નકલી નોટોના દાવા પણ થયા હતા. ૨૦૦ની નોટ લાવવાનો ઉદ્દેશ્ય ટેકસ આપ્યા વગર કેશ રાખનારા લોકો પર શિકંજો કસવાનો છે.
સૂત્રના જણાવ્યા મુજબ, '૧૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયા વચ્ચે કોઈ નોટ અત્યાર સુધી આવી નથી માટે આરબીઆઇનું માનવું છે કે ૨૦૦ રૂપિયાની નોટ ઘણી ઉપયોગી બનશે અને તેની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરી શકાશે.'
૫૦ની નોટની જાહેરાત પછી જલદી જ તમને ૨૦૦ રૂપિયાની નોટ વિશે સાંભળવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંકની કોશિશ છે કે કોઈ રીતે ખોટી નોટો પર લગામ કસવામાં આવી શકે. તેના માટે પહેલી વખત ભારતીય રિઝર્વ બેંક ૨૦૦ની નોટ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિતેલા સપ્તાહે 50 રૂપિયાની નવી નોટ વિશે જાણકારી આપી હતી અને હવે 200 રૂપિયાની નોટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એનબીટીના અહેવાલ અનુસાર 2 સપ્તાહ બાદ આરબીઆઈ તરફથી 200 રૂપિયાની નવી નોટ લોન્ચ કરવાની જાહેરાત થઈ શકે છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં તેની જાહેરાત થઈ શકે છે. જાણકારો મુજબ કાળાનાણાને રોકવા માટે આ પગલું ઉઠાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૦ રૂપિયાની ૫૦ કરોડ નોટ માર્કેટમાં લાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -