આધાર વગર શેર બજારમાં ટ્રેડિંગ નહીં કરી શકાય, 31 ડિસેમ્બર સુધીમાં ટ્રેડિંગ એકાઉન્ટ આધાર સાથે જોડવું ફરજિયાત
એવી ફરિયાદો મળી રહી હતી કે અનેક ટ્રેડર્સ અલગ અલગ પાન નંબર દ્વારા ટ્રેડિંગ કરે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખતા જ સેબીએ ટ્રેડિંગ ખાતા માટે આધાર કાર્ડ જરૂરી કર્યું છે. ટ્રેડિંગ એકાઉન્ટને આધાર સાથે જોડ્યા બાદ શેર ટ્રેડિંગમાં બ્લેક મનીના ઉપયોગ પર અંકુશ આવશે. સેબીના આ નિર્ણય પર બ્રોકિંગ ઉદ્યોગ તરફતી સામાન્ય પ્રતિક્રિયા મળી રહી છે, કેટલાક બ્રોકર તેના પર વધારે સમયની માગ કરી રહ્યા છે તો કેટલાકે આ નિર્ણને આવકાર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્સચેન્જે બ્રોકર્સને કહ્યું છે કે, શેરમાં ટ્રેડિંગ કરનારા હાલના ગ્રાહકોએ પોતાના બ્રોકરને 31 ડિસેમ્બર સુધીમા આધાર નંબર આપવો જરૂરી છે, નવા ક્લાઈન્ટ્સ માટે પણ 6 મહિનાની અંદર તેની પૂરી જાણકારી આપાવની રહેશે. જો કોઈ ક્લાઈન્ટ પોતાનો આધાર નંબર બ્રોકરની પાસે નિશ્ચિત સમયમાં નહીં આપે તો તેનું ટ્રેડિંગ ખાતું ફ્રીઝ કરવામાં આવશે અને ત્યાં સુધી તે ટ્રેડિંગ નહીં કરી શકે જ્યાં સુધી તે આધાર નંબર નહીં આપે.
નવી દિલ્હીઃ શેર બજારમાં કાળાનાણાંનો ઉપયોગ પર અંકુશ લગાવવા માટે રેગ્યુલેટર સેબીએ મોટો નિર્ણય કર્યો છે. સેબી ચેરમેન અજય ત્યાગીએ કહ્યું કે, 31 ડિસેમ્બર સુધી તમામ ટ્રેડિંગ એકાઉન્ટની સાથે આધાર નંબર જોડવો ફરજિયાચ છે અને આ સમય મર્યાદામાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય. સેબીએ એક સર્ક્યુલર જારી કર્યો છે જેમાં એક્સચેન્જોને આ મામલે બ્રોકર્સની તૈયારી જાણવા માટે કહેવામાં આવ્યું છે. સેબીના સર્ક્યુલર બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જે 23 ઓગસ્ટ સુધી પોતાના તમામ સભ્ય બ્રોકર્સને આ મામલે સૂચનો આપવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -