‘2000 રૂપિયાની નોટમાં હશે નેનો જીપીએસ ચિપ’ આ વાત હકીકત છે કે ધૂપ્પલ? જાણો રસપ્રદ વિગત
મીડિયા દ્વારા ક્યા આધાર પર આ માહિતી અપાઈ છે તે ખબર નથી પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ્યાં સુધી આ જાહેરાત ના કરાય ત્યાં સુધી તેની વાત માનવી નહીં. તેના કારણે લોકો ગેરમાર્ગે દોરાય એ પણ શક્યતા છે તે જોતાં આ પ્રચાર યોગ્ય નથી.
સાયન્ટિફિક રીતે પણ આ પ્રકારની નેનો જીપીએસ ચીપ કામ કરે એ શક્ય નથી. આ ચીપ સેટેલાઈટને સિગ્નલ મોકલે અને પછી એ સિગ્નલ પાછું પૃથ્વી પર આવે ત્યાં સુધીમાં અત્યંત નબળું પડી ગયું હોય તે જોતાં 2000 રૂપિયાની ચલણી નોટને ટ્રેક કરવી શક્ય નથી.
અલબત્ત રીઝર્વ બેંકે ક્યાંય પણ 2000 રૂપિયાની ચલણી નોટોમાં નેનો જીપીએસ ચીપ હશે તેવો ઉલ્લેખ કર્યો નથી. 2000 રૂપિયાની નોટ અસલી છે તે ચકાસવા માટે શું કરવું તેની વિગતો પણ રીઝર્વ બેંક દ્વારા બહાર પડાઈ છે પણ ચીપનો કોઈ ઉલ્લેખ નથી.
રીઝર્વ બેંકે 10 નવેમ્બરથી ચલણમાં આવનારી 2000 રૂપિયાની નોટ અંગે તમામ માહિતી બહાર પાડી છે. તેની ડીઝાઈનથી માંડીને તેના રંગ સુધીની તમામ ઝીણામાં ઝીણી માહિતી રીઝર્વ બેંક દ્વારા લોકોને માર્ગદર્શન આપવા માટે બહાર પડાઈ છે.
જો કે આ બધી વાતોમાં સત્ય કેટલું તે મોટો સવાલ છે અને મીડિયાના એક વર્ગે આ ધૂપ્પલ ચલાવ્યું હોવાની શક્યતા વધારે છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કે રીઝર્વ બેંક દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો નાબૂદ કરીને નવી 500 અને 2000 રૂપિયાની નોટો 10 નવેમ્બરથી ચલણમાં મૂકવાની જાહેરાત કરી છે. ભારતમાં પહેલી વાર 2000 રૂપિયાની ચલણી નોટ બજારમાં મૂકાશે.
કાળાં નાણાં રાખનારા લોકો વધારે રકમની નોટો સંઘરતા હોય છે તેથી હવે પછી 2000 રૂપિયાની નોટો વધારે પ્રમાણમાં સંઘરશે. સરકારી એજન્સીઓ આ કાળાં નાણાંવાળા પર ત્રાટકે ત્યારે સરળતાથી 2000 રૂપિયાની નોટોને પકડી લેવાશે એવી વાતો પણ આવી છે.
મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે આ 2000 રૂપિયાની ચલણી નોટમાં નેનો જીપીએસ ચીપ ફિટ કરેલી હશે. આ ચિપ સેટેલાઈટને સતત સિગ્નલ મોકલ્યા કરશે અને તેના કારણે આ ચલણી નોટ જ્યાં પણ હશે ત્યાં પકડાઈ જશે.