2000ની નવી નોટમાં શું હશે વિશેષતા, જાણો
2000ની નવી નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે નેનો ટેક્નોલોજી સાથે આવી રહી છે. 2000ની નવી નોટ પર RFID ટેગ તરીકે ઓળખાતી ચીપ લગાવવામાં આવેલ છે. જેના માટે કોઈ પાવર સોર્સની જરૂર નહીં પડે. તે માત્ર સિગ્નલ રિફ્લેક્ટર તરીકે કામ કરશે. ટેગના કારણે સંતાડેલી ચલણી નોટનું લોકેશન સરળતાથી જાણી શકાશે. આ ટેગને કારણે જમીનની સપાટીથી 120 મીટર ઉંડે સુધી નોટો છુપાવેલી હશે તો પણ તેનું લોકેશન સરળતાથી જાણી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2000 રૂપિયાની નોટના પાછળના ભાગમાં એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની તસરી હશે. જેમાં મહાત્મા ગાંધીના ચશ્માની તસવીર હશે. નોટની પાછળના ભાગમાં નોટ ક્યા વર્ષે પ્રિન્ટ કરવાની આવી છે તે ડાબી બાજુ લખેલ હશે. પાછના ભાગમાં સ્વચ્છ ભારતનો લોકો સ્લોગન સાથે હશે. ભાષા પેનલ જે મધ્યમાં હશે. ભારતના રાષ્ટ્રધ્વજની સાથે લાલ કિલ્લાની તસવીર મધ્યમાં હશે. જમણી બાજુ ઉપર કિંમત દેવનાગરી ભાષામાં લખેલ હશે.
દિવ્યાંગ લોકો નોટને ઓળખી શકે તે માટે જમણી બાજુ અશોકસ્તંભની ઉપર લંબ ચોરસ હશે. ઉપરાંત બન્ને બાજુ 5 ઉપસી આવેલ લાઈન હશે. 200 રૂપિયાની નવી નોટમાં આગળની બાજુ રિઝર્વ બેંકનો સિમ્બોલ હશે. સૌથી મહત્ત્વનું એ છે કે નવી 500ની નોટમાં પાછળના ભાગમાં લાલ કિલ્લો હતો જ્યારે 2000ની નવી નોટમાં પાછળના ભાગમાં મંગળયાનની તસવીર હશે.
2000 રૂપિયાની નવી નોટમાં રકમ હિન્દીમાં પણ લખેલા હશે. જૂની નોટની સરખામણીમાં મહાત્મા ગાંધીની તસવીરનું સ્થાન ફેરવવામાં આવ્યું છે. આરબીઆઈ ગવર્નરની સાઈન જમણી બાજુ હશે. સિક્યુરીટી થ્રેટનો કલર ગ્રીનથી બ્લૂમાં જોવા મળશે. નોટનો સિરીયલ નંબર ચડતા ક્રમમાં હશે. અશોક સ્તંભ જમણી બાજુ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રકારના સસ્પેન્સ વચ્ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવી રહી છે. જેની જગ્યાએ હવે 500 અને 2000 રૂપિયાની નવી નોટ બજારમાં આવશે. જાણો 2000ની નવી નોટમાં શું વિશેષતા હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -