આમ આદમીને નવા વર્ષની ભેટ, આજથી સસ્તી થઈ આ વસ્તુઓ અને સેવાઓ
નવી દિલ્હીઃ આમ આદમીને નવા વર્ષમાં ભેટ આપતા સરકારે 1 જાન્યુઆરીથી મૂવી ટિકિટ, 32 ઇંચ સુધીના ટીવી અને મોનિટર સ્ક્રીન સહિત 23 વસ્તુઓ પરના જીએસટીમાં ઘટાડો કર્યો છે. 22 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
સંગીતના પુસ્તક, પ્રોસેસ્ડ ફૂડ પર હવે જીએસટી નહીં લાગે. ઉપરાંત જનધન ખાતા અંતર્ગત ખુલેલ ખાતાધારકોએ હવે બેંકોની સેવાઓ પર જીએસટી નહીં આપવો પડે ઉપરાંત તીર્થ યાત્રીઓને હવાઈયાત્રામાં પાંચ ટકાના દરે જીએસટી આપવો પડશે. ઉપરાંત 100 રૂપિયા સુધીની મૂવી ટિકિટ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે.
જે ચીજવસ્તુઓની કિંમતા ઘટી ગઈ છે તેમાં ટાયર, લેથિયમ બેટરીના પાવર બેન્કનો સમાવેશ થાય છે. તેમના પર સ્લેબ 28 ટકાથી ઘટાડીને 18 ટકાના કરાયા છે. ખાસ રીતે વિકાલાંગ લોકો માટે પણ રહેલી એસેસરી ઉપર રેટ ઘટાડીને પાંચ ટકા કરાયો છે. સાત વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડીને તર્કસંગત બનાવવામાં આવી છે. ઉપરાંત પ્રાકૃતિક કોર્ક, વૃદ્ધ માટેની લાકડી, ફ્લાઈ શેમાંથી બનેલ ઈંટ વગેરેના દરમાં પણ ઘટાડો થયો છે.
બેઠક અનુસાર મૂવી ટિકિટ, ટેલિવિઝન અને મોનિટર સ્ક્રીન, પાવર બેંક વગેરે સામેલ છે. ઉપરાંત ફ્રોઝન અને ડબ્બા બંધ ખાસ પ્રકારની પ્રોસેસ્ડ શાકભાજીને ડ્યૂટી ફ્રી કરવામાં આવી છે. આજથી ગ્રાહકોએ આ માટે ઓછી રકમ ચૂકવવી પડશે.