BSNL બાદ વોડાફોન-આઈડિયાએ પણ આપી નવા વર્ષની ભેટ, જાણો વિગત
સપ્ટેમ્બર 2016માં સર્વિસ શરૂ કર્યા બાદ રિલાયન્સ જિયો બ્લેકઆઉટ ડેઝ ખતમ કરનારી પ્રથમ કંપની હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટેલિકોમ કંપનીઓ મોટા તહેવારોને બ્લેક આઉટ ડેઝ માને છે. આ દિવસો પર યૂઝર્સે મેસેજ મોકલવા તથા કોલિંગ માટે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો હોય છે. ગ્રાહકોના સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ કે મેસેજ પેક્સ આ દિવસોમાં કામ નથી કરતાં. ટેલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે બીએસએનએલની જાહેરાત બાદ હવે ગ્રાહકોએ કોઇ પણ બ્લેક આઉટ ડે પર અલગથી ચાર્જ નહીં આપવો પડે.
માત્ર આ બે દિવસ જ નહીં પરંતુ 2019માં આવતી હોળી-દિવાળી જેવા કોઈ પણ ખાસ દિવસ માટે યૂઝર્સે કોલ કે એસએમએસ માટે વધારાનો ચાર્જ નહીં ચુકવવો પડે. ગ્રાહકો હવે મોટા તહેવારો પર પણ રીચાર્જ પેક્સ અને એસએમએસ પેકનો લાભ લઈ શકશે.
નવી દિલ્હીઃ જો તમે વોડાફોન કે આઈડિયાના યૂઝર્સ છો તો તમારા માટે ખુશખબરી છે. BSNL બાદ હવે વોડાફોન-આઇડિયાએ પણ તેના ગ્રાહકો માટે નવા વર્ષના મોકા પર બ્લેકઆઉટ ડેઝને પૂરી રીતે ખતમ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ગ્રાહકોએ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ એસએમએસ તથા કોલિંગનો વધારોનો ચાર્જ નહીં આપવો પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -