SBIની ધમાકેદાર ઓફર! FREEમાં મળી રહ્યું છે 5 લીટર પેટ્રોલ, આ રીતે ઉઠાવો ઓફરનો લાભ
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી હેરાન છે. મોંઘા તેલના કારણે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યું, પરંતુ આ મોંઘવારીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તમારા માટે એક ખાસ ઓફર લઈને આવ્યું છે. બેંકે આ ઓફરની જાણકારી ટ્વીટ કરીને આપી છે. SBI તમને 5 લીટર પેટ્રોલ ફ્રીમાં મેળવાની તક આપી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવો છો અને BHIM એપથી પેમેન્ટ કરો છો તો તમે ફ્રી પેટ્રોલ મેળવવાના હકદાર છો. આ ઓફરનો લાભ મેળવવા ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે. ભીમ એપથી કરવામાં આવેલા પેમેન્ટને નંબરમાં લખીને 9222222084 પર SMS મોકલવો પડશે. ત્યારબાદ તમને ચાન્સ લાગશે તો 5 લીટર પેટ્રોલ તમને ફ્રીમાં મળશે. તેની જાણકારી તમને તમારા મોબાઈલ નંબર પર આપવામાં આવશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. બેંક દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જો આપ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ BHIM એપના માધ્યમથી પૈસાની ચૂકવણી કરો છો તો તમને 5 લીટર FREE પેટ્રોલ મળવાની તક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -