#Diwali બાદ #Jioએ આપ્યો બીજો મોટો ઝાટકો, બંધ કર્યો આ પ્લાન....
કંપનીએ 509 રૂપિયાની સ્કિમ હેઠળ પણ બેનિફિટમાં ઘટાડો કરી દીધો છે. જેમાં ગ્રાહકોને પ્રતિદિવસ 2GB ડેટા મળે છે. કંપનીએ તેની વેલિડિટી 56 દિવસ સુધી ઘટાડીને 49 દિવસ કરી દીધી છે. એટલે કે 4G સ્પીડથી અત્યારે 98GB ડેટા જ ગ્રાહકોને મળશે, જોકે પહેલા 112 GB હતું. આ પ્લાન હેઠળ પ્રતિ GB ડેટાની કિંમત 5.2 રૂપિયા હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે 149 રૂપિયાનો પ્લાન લેવા વાળા ગ્રાહકોને બમણો ફાયદો થયો છે. 28 દિવસ માટે હવે તેમને 4G સ્પીડથી 4GB ડેટા મળશે. અત્યાર સુધી આ પ્લાન 2GB ડેટા જ મળતું હતું. નાના અને શોર્ટ ટર્મ પ્લાન્સની કિંમતોમાં ભારે ઘટાડો કરી દેવાયો છે. સાથે જ વધુ ડેટા પણ મળશે.
જિયોએ એક અઠવાડિયા માટે 52 રૂપિયાનો અને બે અઠવાડિયા માટે 98 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને ફ્રી વૉઈસ કૉલિંગ, એસએમએસ, અનલિમિટેડ ડેટા(0.15 GB પ્રતિદિવસ) મળશે. જિયોના તમામ પ્લાન્સમાં અનલિમિટેડ વૉઈસ કૉલની સુવિધા મળતી રહેશે, રોમિંગમાં પણ.
સૌથી ખાસ વાત એછે કે હવે કંપનીએ 1 દિવસની વેલિડિટીવાળો 19 રૂપિયાનો સૌથી નાનો પ્લાન બંધ કરી દીધો છે. તેની જગ્યાએ હવે સૌથી નાનો પ્લાન 52 રૂપિયાનો છે, જેની વેલિડિટી 7 દિવસની છે. કંપનીની વેબસાઈટ અનુસાર નવા પ્લાન 19 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. આમ હવે આ પ્લાન માટે કસ્ટમર્સને 15 ટકા વધારે કિંમત ચૂકવવી પડશે.
જિયોએ 1.999 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે જેની વેલિડિટી 6 મહિના હશે અને સ્પીડમાં ઘટાડો કર્યા વગર 125 GB ડેટા અપાશે. 4,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી હવે એક વર્ષની હશે, જો કે પહેલા 210 દિવસ હતી. જો કે હાલમાં 4G સ્પીડ પર 380ની જગ્યાએ 350 GB ડેટા જ મળશે.
999 વાળા આ પ્લાન હેઠળ અત્યાર સુધી 4G સ્પીડથી 90 GB ડેટા મળતો હતો. પરંતુ હવે 3 મહિના માટે હાઈ સ્પીડ પર 60 GB ડેટા જ મળશે.
નવી દિલ્હીઃ વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ જિઓની ફ્રી અને અનલિમિટેડ સર્વિસને દેશભરમાં ધૂમ મચાવી છે. પરંતુ એક વર્ષ થયા બાદ કંપનીએ પ્લાનમાં અનેક ફેરફાર કર્યા છે. હાલમાં રિલાયન્સ જિઓએ પોતાના રિચાર્જ પ્લાન્સમાં અનેક ફેરફાર કર્યાં છે. કંપનીએ કેટલાક રિચાર્જ તો બંધ પણ કરી દીધા છે. જ્યારે કેટલાક પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -