Jio Phoneમાં બ્લાસ્ટ થયાના અહેવાલ, કંપનીએ કાવતરું ગણાવ્યું
ઉલ્લેખનીય છે કે JioPhoneની બેટરી કેપેસિટી 2000mAh છે, જે માર્કેટમાં ઉપલબ્ધ કોઈ પણ ફીચર ફોનમાં સૌથી વધારે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીને આ વિષે પુછવામાં આવતા રિલાયન્સ રિટેલના સ્પોક્સપર્સને જણાવ્યું કે, જિયોફોનની ડિઝાઈન અને મેન્યુફેક્ચર ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરવામાં આવ્યું છે અને દરેક ફોન ક્વૉલિટી કંટ્રોલ પ્રોસેસમાં પાસ થયો છે. અમને આ ઘટનાની જાણ થઈ છે. પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે ફોનને જાણીજોઈને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ બ્રાન્ડનું નામ ખરાબ કરવા માટેનું કાવતરું હોઈ શકે. અમે આગળ તપાસ કરીને યોગ્ય પગલાં લઈશું.
અહેવાલ અનુસાર જિયો ફોનનો પાછળનો ભાગ સળગી ઉઠ્યો હતો. આટલું જ નહીં, ફોનના ચાર્જરમાં પણ બ્લાસ્ટ થયો હતો. PhoneRadar નામની વેબસાઈટે શેર કરેલા ફોટો અનુસાર, ફોનની બેક પેનલ અને બેટરી ડેમેજ થઈ છે.
નવી દિલ્હીઃ અહેવાલ છે કે Jio Phoneમાં ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થયો છે. ડિલિવરીશરૂ થયા બાદ આ પ્રકારનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, તેને આ ઘટનાની જાણકારી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જાણીજોઈને ફોનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઉપરાંત જે ટ્વિટર એકાઉન્ટથી જિઓફોનમાં બ્લાસ્ટ થયાના અહેવાલ આવ્યા હતા ત્યાંથી ટિવિટ ડિલીટ કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -