7th Pay Commission: લવાસા સમિતિએ જેટલીને અહેવાલ સોંપ્યો, 52 ભથ્થાં બંધ કરવાની ભલામણ
લવાસાએ કહ્યું કે કર્મચારીઓને સુધારેલાં ભથ્થાં આપવાની તારીખ પર અંતિમ નિર્ણય સરકાર લેશે. ઉલ્લેખનીય છે કે સાતમા પગારપંચની ભથ્થાં સંબંધિત ભલામણો સંપૂર્ણ લાગુ કરવાથી સરકારી તિજોરીને 29,300 કરોડ રૂપિયાનો બોજ પડવાનો અંદાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ સોંપ્યા પછી લવાસાએ કહ્યું કે સમિતિએ વિવિધ અશંધારકોના સૂચન પર ધ્યાન આપ્યું છે. આ સમિતિની રચના ગત વર્ષે જૂન મહિનામાં સાતમા પગારપંચની ભલામણો લાગુ કરાયા પછી કરવામાં આવી હતી. લવાસા સમિતિના રિપોર્ટની સમીક્ષા હવે સચિવોની અધિકાર પ્રાપ્ત સમિતિ દ્વારા કરાશે. ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે.
સમિતિએ 196માંથી 52 ભથ્થાં સંપૂર્ણ બંધ કરવાની અને 36ને અન્ય મોટાં ભથ્થાંમાં સમાવવાની ભલામણ કરી છે. એચઆરએમાં 8થી 24 ટકા સુધીની વૃદ્ધિનું પણ સમિતિએ સૂચન કર્યું છે. લવાસા સમિતિએ અભિનય, ખજાનચીની સહાયતા, સાઈકલ, મસાલા, વાળ કટિંગ, રાજભાષા, રાજધાની, પોશાક, જૂતાં, શોર્ટ હેન્ડ, સાબુ, ચશ્માં, યુનિફોર્મ, સતર્કતા અને ધોલાઈ જેવાં ભથ્થાં બંધ કરવાની અથવા અન્ય મોટાં ભથ્થાંમાં સમાવવાની ભલામણ કરી છે.
નવી દિલ્હીઃ નાણાં સચિવ અશોક લવાસાના નેતૃત્વમાં બનેલી એક ઉચ્ચસ્તરીય સમિતિએ 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થાંને લઈને પોતાનો અહેવાલ ગુરુવારે નાણાં પ્રધાન અરૂણ જેટલીને સોંપ્યો છે. અશોક લવાસા સમિતિએની રચના વિતેલા વર્ષે જૂનમાં સરકાર દ્વારા સાતમાં પગાર પંચની ભલામણો લાગૂ કર્યા બાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -