ટેસ્ટિંગ સર્વિસીસ માટે નિયમ બનાવશે ટ્રાઈ, COAIએ રેડિયો ફ્રિક્વેન્સી ઉપકરણોના આયાત લાઈસન્સ રદ્દ કરવાની માગ કરી
તેની સાથે જ સંગઠને ટ્રાઈના કાયદા પર પુનર્વિચારની માગ કરી છે. આરએફમાં એન્ટેના અને બેસ સ્ટેશન વગેરે આવેછે. સંગઠનનું કહેવું છે કે, આયાત લાઈસન્સ નહીં હોય તો કસ્ટમ ડ્યૂટી વિભાગ આરએફ ઉપકરણો દેશમાં લાવવાની મંજૂરી નથી આપતું.
સેલ્યૂલર ઉદ્યોગના સંગઠન સીઓએઆઈએ રેડિયો ફ્રીક્વેન્સી આરએફ ઉપકરણો માટે આયાત લાઈસન્સ લેવાની જરૂરતને સમાપ્ત કરવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે કે, આ અનિવાર્યતાને કારણે નેટવર્ક શરૂ કરવાની યોજનાઓમાં વિલંબ થાય છે. સીઓઆઈએ ભારતમાં વેપાર સુમગતા વિશે ટેલીકોમ નિયામકને એક સૂચન કર્યું છે.
આ પહેલ વિતેલા વર્ષે રિલાયન્સ જિઓની દ્વારા ટેલીકોમ ઉદ્યોગમાં એન્ટ્રી બાદ કરવામાં આવી રહી છે. હાલની ટેલીકોમ કંપનીઓની માગ ઉઠી છે કે કંપનીઓની પરીક્ષણ સેવા વિશે સ્પષ્ટ નિયમ હોવા જોઈએ. એટલે કે આ પરીક્ષણ ગાળામાં કઈ સેવાઓની રજૂઆત ક્યા સ્તરે થઈ શકશે, આ તમામ નક્કી થવું જોઈએ. જાણકાર સૂત્રોનું કહેવું છે કે, આ અંગે કન્સલટેશન પેપર મે સુધીમાં જારી કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં હવે કોઈપણ નવી કંપની રિલાયન્સ જિઓની જેમ જ ઉપભોક્તાઓને ટેસ્ટિંગના નામ પર ફ્રી ઓફર્સ આપીને તહેલકો નહીં મચાવી શકે. ટેલીકોમ નિયામક ટ્રાઈએ નવી મોબાઈલ કંપનીઓ દ્વારા સેવાઓના પરીક્ષણ વિશે નિયમ બનાવવાની યોજના બનાવી છે. ટ્રાઈ આ અંગે તમામ પક્ષકારો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી શકે છે. આ નિયમ ટેલીકોમ કંપની દ્વારા પોતાની નવી સેવાના વાણિજ્યિક શરૂઆત પહેલા તેના પરીક્ષણ વિશે હશે.