સરકારી તપાસમાં ખુલાસો, સ્પ્રાઈટ, કોકા કોલા, ડ્યૂ, પેપ્સી અને 7અપમાં મળી આવ્યા 5 ઝેરી તત્વ
ડીટીએબીએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં માર્ચમાં પરીક્ષણ માટે આ કોલ્ડ્રિંક્સના સેમ્લ એકત્રિત કર્યા હતા અને તેને દિશાનિર્દેશો અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલય અંતર્ગત આવનારા કોલકાતા સ્થિત ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈજીન એન્ડ પબ્લિક હેલ્થ (એઆઈઆઈએચપીએચ)માં પરીક્ષણ માટે મોકલ્યા હતા. સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર AIIHPHએ એટીએબીના ચેરમેન જગદીશ પ્રસાદને આ ટેસ્ટના પરિઆમ આપી દીધા છે. આ પહેલા આ સંસ્થાએ જુદી જુદી સ્વાસ્થ્ય વર્ધક દવાઓના નમૂનામાં પણ હેવી મેટલ્સ મળી આવ્યાની પુષ્ટિ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સરકારી તપાસમાં પેપ્સિકો તથા કોકા કોલા જેવી કંપનીઓા કોલ્ડ્કિંક્સમાં એન્ટીમોની, લીડ, ક્રોમિયમ, કૈડમિયમ અને કમ્પાઉન્ડ ડીઈએચપી જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડ્રગ્સ ટેક્નિકલ એડવાઈઝરી બોર્ડ (એટીએબી)એ પોતાની તપાસમાં પેપ્સી, કોકા કોલા, માઉન્ટેન ડ્યૂ, સ્પ્રાઈટ અને 7અપ કોલ્ડ્રિંક્સના સેમ્પલને સામેલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 7અપ અને માઉન્ટેન ડ્યૂ પેપ્સિકો કંપનીની પ્રોક્ટ છે, જ્યારે સ્પ્રાઈટ કોકા કોલા કંપનીની પ્રોડક્ટ છે.
આ સંબંધમાં પેપ્સિકો ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમને હજુ સુધી તપાસ અહેવાલ અંગે કોઈ જાણકારી મળી નથી અને જ્યાં સુધી અમને એ ખબર ન પડે કે તપાસમાં કઈ મેથોડોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં સુધી આ અહેવાલ અંગે અમારા માટે કંઈ પણ કહેવું શક્ય નથી. અમે અમારી તમામ પ્રોડક્ટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમોનું પાલન કરીએ છીએ. અમે અમારા ઉત્પાદનોમાં નિયમ અનુસાર જ હેવી મેટલ્સનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોકા કોલા ઇન્ડિયા તરફથી આ સંબંધમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -