મોંઘવારીનો મારઃ પેટ્રોલ-ડીઝલ બાદ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Sep 2018 09:46 PM (IST)
1
ઈન્ડિયન ઓયલે એક નિવેદનમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારો અને વિદેશી કરન્સી એક્સચેન્જ રેટમાં ઉતાર-ચઢાવના કારણે સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
2
દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 820 રૂપિયાથી વધીને 879 રૂપિયા અને સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 499.51 રૂપિયાથી વધીને 502.4 રૂપિયા પર પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં ગ્રાહકોના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી જમા કરાવવામાં આવશે.
3
નવી દિલ્હીઃ તહેવારોની સીઝન પહેલા રસોડાનું બજેટ બગડી શકે છે. સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામં આવ્યો છે. દિલ્હીમાં સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 2.89 રૂપિયા વધીને 502.4 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે સબસિડીવગરના સિલિન્ડરની કિંમતમાં 59 રૂપિયા વધારો થયો છે. વધેલી કિંમત રવિવારે મધરાતથી જ અમલી બનશે.