Airtelએ દેશમાં રોમિંગ ચાર્જિસ રદ કર્યા, કોલ્સ, SMS અને ડેટા માટે 1 એપ્રિલથી નહીં લાગે ચાર્જ
ઉપરાંત, પેક હેઠળ તેને ભારત અને લોકલ દેશની ૧૦૦ મિનિટ્સ, ૩૦૦ MB ડેટા અને અન્ય તમામ લાભ મળશે. રસપ્રદ વાત એ છે કે, ભારતી એરટેલે નવા ફેરફારનો અમલ પહેલી એપ્રિલથી રાખ્યો છે, જે દિવસથી રિલાયન્સ જીઓની ફ્રી સર્વિસ બંધ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, ગ્રાહકનું બિલ સૌથી ઓછી કિંમતના ઇન્ટરનેશનલ પેક જેટલું થશે ત્યારથી તેને એ પેકનો લાભ મળવા માંડશે. જેમ કે, અમેરિકાના પ્રવાસે જનારી વ્યક્તિનું બિલ રૂપિયા ૬૪૯ (અમેરિકાના એક દિવસના પેકનો ભાવ) થશે ત્યારે તેને એક દિવસના પેક સાથે ફ્રી ઇનકમિંગ કોલ અને SMSનો લાભ મળવા માંડશે.
ભારતી એરટેલના MD અને CEO (ઇન્ડિયા અને સાઉથ એશિયા) ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, આ સાથે નેશનલ રોમિંગનો અંત આવ્યો છે. અમારા ગ્રાહકો માટે સમગ્ર દેશ એક લોકલ નેટવર્ક બનશે. પહેલી એપ્રિલથી વિદેશમાં મુસાફરી કરનાર એરટેલના ગ્રાહકને ઇન્ટરનેશનલ પેક ખરીદ્યા વગર પણ તેના તમામ લાભ મળશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટલે નેશનલ રોમિંગ ચાર્જિસ રદ કર્યા છે. 1 એપ્રિલથી તમારે રોમિંગમાં કોલ્સ, એસએમએસ અને ડેટા માટે એક્સ્ટ્રા ચાર્જ નહીં આપવો પડે. એટલું જન હીં, સોમવારે કંપનીએ કહ્યું કે, તે રોમિંગ દરમિયાન આઉટગોઈંગ કોલ્સ પર પણ કોઈ પ્રીમિયમ ચાર્જ નહીં લગાવે. રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે કંપનીએ આ નિર્ણય કર્યો છે. જિયો ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલ્સ ફ્રીમાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -