રેલવેએ જારી કરી નવી કેટરિંગ પોલિસી, ટ્રેનમાં માત્ર 7 રૂપિયામાં મળશે કોફી અને 50માં વેજ અને-55માં મળશે નોન વેજ થાળી
કેટરિંગ કોન્ટ્રાક્ટમાં મહિલાઓને એક તૃતિયાંશ કામ અપાશે. આ સાથે જ કિચન તમામ ઝોનલ રેલવેને આધીન રહેશે. એ વન અને એ શ્રેણીનાં રેલવે સ્ટેશનો પર ચાલતાં જન આહાર અને ફૂડ પ્લાઝા, ફૂડ કોર્ટની જવાબદારી પણ આઈઆરસીટીસીને સોંપવામાં આવી છે. સુરેશ પ્રભુએ અંત્યોદય અને નવી હમસફર ટ્રેનોને લીલીઝંડી પણ આપી દીધી છે. હમસફર ક્લાસની આ ચોથી ટ્રેન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રભુએ કહ્યું કે, હવેથી પ્રવાસીઓને સ્વાદિષ્ટ ભોજન અને પૌષ્ટિક જમવાનું આપવાની તમામ જવાબદારી રેલવેની રહેશે. ટ્રેનોમાં હવેથી જમવાનું પીરસનાર સ્ટાફ અનુભવી હોય તેનું ખાસ ધ્યાન રખાશે. નવી કેટરિંગ પોલિસીમાં મહિલાઓના સશક્તિકરણ પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વેજ થાળીની કિંમત રેલવેએ 50 રૂપિયા નક્કી કરી છે. જ્યારે નોન વેજ થાળીની કિંમત 55 રૂપિયા હશે. નવી પોલિસી પ્રમાણે આઈઆરસીટીસીને ટ્રેનોમાં ખાનપાનની જવાબદારી સોંપવામાં આવી છે. પીવાના પાણીની બોટલ રૂપિયા ૧૫માં મળશે.
નવી દિલ્હીઃ પ્રવાસીઓની ફરિયાદને ધ્યાનમાં રાખતા સોમવારે રેલવેમંત્રી સુરેશ પ્રભુએ નવી કેટરિંગ પોલિસી જારી કરી. આ પોલિસી અંતર્ગત ટ્રેનમાં હવે તમે માત્ર 7 રૂપિયામોમ કોફી મળશે. સ્ટાન્ડર્ડ વેજ બ્રેકફાસ્ટની કિંમત પણ 30 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે નોન વેજ બ્રેકફાસ્ટ માટે 35 રૂપિયા ચૂકવવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -