Jioને ટક્કર આપવા Airtel-Vodafone-Idea લાવશે VoLTE સર્વિસીસ, સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે લોન્ચ
VoLTEની ખાસિયતો: આ સુવિધાથી યૂઝર્સ હાઇસ્પીડ ડેટા નેટવર્ક પર વાતચીત કરી શકે છે. હવે ટેલિકૉમ ઓપરેટર્સે LTE (Long Terms Evolution)ના ઉપયોગથી આ સર્વિસની ઓફર શરૂ કરી દીધી છે. VoLTE ટેકનોલૉજી વૉઇસ અને ડેટા બન્નેને બેન્ડ્સ સ્વિચક કર્યા વિના જ ઓફર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVoLTE એટલે Voice Over LTE, આની મદદથી યૂઝર્સ 4G LTE નેટવર્ક પર HD Voice calling over કરી શકે છે. આ સુવિધાથી વૉઇસની એક્યુરન્સી અને ક્લિયારિટી જળવાય છે, પણ આના માટે ડિવાઇસ 4G કનેક્ટિવિટીને સપોર્ટેડ હોવું જરૂરી છે. આ ફિચરને લઇને આને VoLTE પણ કહે છે.
નિષ્ણાંતો અનુસાર જિઓ સિવાય અન્ય VoLTE ડિવાઈસનું વિસ્તરણ હજુ સુધી મોટા વર્ગ સુધી થયું નથી, આ જ કારણે હજુ સુધી એરટેલ અને અન્ય પહેલેથી હાજર ટેલિકોમ કંપનીઓએ VoLTE સર્વિસીસ શરૂ કરી નથી. VoLTEથી ઓપરેટરને વોયસ અને ડેટા બન્ને ઓફર કરવામાં સરળતા રહે છે. તેમાં વોઇસ એક એપ્લિકેશનની જેમ જ કામ કરે છે જે એલટીઈ ડેટા નેટવર્ક પર ચાલે છે. પહેલાથી હાજર ટેલિકોમ કંપનીઓ હાલમાં સર્કિટ-સ્વિચ ટેક્નોલોજી પર કોલિંગ ઓફર કરી રહી છે.
ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આઈડિયા સેલ્યૂલર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોતાની VoLTE સર્વિસીસ લોન્ચ કરી શકે છે અને તેમાં 2થી 2.5 કરો ગ્રાહકને કવર કરી શકે છે. આઇડિયા સેલ્યૂલરના મેનેજિંગ ડાયરેક્ટર હિમાંશુ કપાનિયાએ હાલમાં જ કહ્યું હતું કે, તેમની કંપની આવતા બે ક્વાર્ટરમાં VoLTE રજૂ કરશે. તેમણે કહ્યું હતું, શરૂઆતમાં હમે અંદાજે 2થી 2.5 કરોડ ગ્રાહકો માટે VoLTE લાવવાની યોજના બનાવી રહ્યા છે.
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એરટેલની VoLTE યોજના ટ્રેક પર છે કારણ કે તેણે મુંબઈ અને દિલ્હીમાં કોમર્શિયલ ટ્રાઈલ્સ શરૂ કરી દીધું છે અને ટૂંકમાં જ કંપની ભારતમાં કોમર્શિયલ રીતે તેને લોન્ચ કરી શકે છે. જ્યારે વોડાફોને ટેક્નોલજીનું બેસિક ટ્રાયલ કરી લીધું છે અને તે પોતાની VoLTE સર્વિસીસ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરની ત્રણ મોટી કંપની આઈડિયા, એરટેલ અને વોડાફોન પણ રિલાયન્સ જિઓને ટક્કર આપવા વોઇસ ઓવર એલટીઈ એટલે કે VoLTE સર્વિસીસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કહેવાય છે કે, આ ત્રણેય કંપની સપ્ટેમ્બર અંત સુધી તેની શરૂઆત કરી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ નિર્ણયથી માર્કેટમાં પહેલેથી હાજર ટેલિકોમ ઓપરેટર્સ પોતાના ઓછા ખર્ચવાળા સબ્સક્રાઈબર્સને મુકેશ અંબાણીની જિઓ પર જતા રોકવામાં સફળ થઈ શકે છે. તમને જણાવીએ કે, જિઓ હાલમાં સંપૂર્ણ રીતે VoLTE નેટવર્ક પર છે અને ફ્રી વોયસ કોલ્સ ઓફર કરે છે.
અત્યારે માર્કેટમાં માત્ર 2% સ્માર્ટફોન જ VoLTE અપગ્રેડેબ કે ઇનેબલ છે, તેમા મોટાભાગના એપલના આઇફોન છે. VoLTE માટે ઓપરેટર્સ પાસે 2300 MHz બેન્ડમાં સ્પેક્ટ્રમ હોવુ જરૂરી છે. ભારતમાં રિલાયન્સ જિઓ ઇન્ફોકૉમ, ભારતી એરટેલ અને એરસેલ પાસે આ પ્રકારના એરવેવ્ઝ છે. ભારતી એરટેલ દેશના 22 સર્કલ્સમાંથી 9માં VoLTE યૂઝ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -