Airtel આપી નવરાત્રીની ભેટ, એટલી જ કિંમતમાં વેલીડિટી 36 દિવસ વધારી
ઉલ્લેનીય છે કે એરટેલે તાજેતરમાં જ 159 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દૈનિક 1જીબી ડેટાની સાથે અનલીમિટેડ કૉલિંગની પણ સુવિધા મળશે. આ પ્લાનની વેલીડીટી 21 દિવસની છે. એરટેલ યુઝર્સને 21 દિવસ સુધી દૈનિક 1જીબી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સનો લાભ પણ આપી રહ્યું છે. આ ઉપરાંત ગ્રાહકોને દૈનિક 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. વોડાફોન પણ આવોજ પ્લાન 159 રૂપિયામાં અને જિયો 149 રૂપિયામાં આપી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાનમાં પહેલાં યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા આપવામાં આવતી હતી. આ સાથે જ આ પેકમાં રોમિંગમાં પણ ફ્રી અનલિમિટેડ કૉલિંગની સાથે દૈનિક 100 એસએમએસ પણ આપવામાં આવતાં હતા. અગાઉ પ્લાનમાં દૈનિક 1જીબી ડેટા આપવામાં આવતો હતો અને તેની વેલીડીટી 48 દિવસની હતી. હવે પેકમાં અનલિમિટેડ કોલિંગની સાથે 4જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે અને તેની વેલિટીડી 84 દિવસની કરી દેવામાં આવી છે. આ પ્લાનમાં 36 દિવસ સુધી વધુ લાભ લઇ શકાશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ કંપનીઓની વચ્ચે રોજ ટેરિફ અને કિંતમને લઈને જંગ જોવા મળે છે. એક બાજુ રોજ ઓપરેટર્સ પોતાના નવા નવા પ્લાન લઈને આવે છે. તેને ધ્યાનમાં રાખતા એરટેલે પણ 289 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે જ્યાં વધારે ડેટા અને વેલિડિટીની સુવિધા આપવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -