McDonald'sના 169 રેસ્ટોરાં થઈ શકે છે બંધ, જાણો ક્યા રાજ્યમાં પડી શકે છે શટર
મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ જણાવ્યું કે, `આ પગલું લેવા અમે મજબૂત થયા છીએ, કારણ કે CPRLએ રેસ્ટોરન્ટ્સને અસર કરતા ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટની શરતોનો ભંગ કર્યો છે અને તક આપવામાં આવ્યા પછી પણ તે એગ્રીમેન્ટ માટે જરૂરી પગલા લેવામાં નિષ્ફળ રહી છે. મેકડોનાલ્ડ ઇન્ડિયાએ જણાવ્યું કે તે ઉત્તર અને પૂર્વ ભારત માટે યોગ્ય ડેવલપમેન્ટ લાઇસન્સ પાર્ટનર શોધવા પ્રતિબદ્ધ છે અને આ દિશામાં પગલા લેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાસ્ટફૂડ ચેઇને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, `આજે અમે મેકડોનાલ્ડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને CPRL વચ્ચે થયેલી ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ ટર્મિનેટ કરવા અંગેની નોટિસ CPRL બોર્ડને ઇશ્યુ કરી છે. આ એગ્રીમેન્ટ પ્રમાણે CPRL ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના 169 રેસ્ટોરન્ટસનું સંચાલન કરે છે.
વિક્રમ બક્ષીની આગેવાનીમાં CPRL અમેરિકાની ફૂડ ચેઇન કંપનીની પાર્ટનર છે. તેમની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. થોડા સપ્તાહ પહેલા જ લોકલ ઓથોરિટી દ્વારા ઇટિંગ હાઉસ લાયસન્સને રીન્યુઅલ કરવામાં નહિ આવતા રાજધાની દિલ્હીમાં CPRLના 43 આઉટલેટ્સ બંધ થઇ ગયા હતા. CPRL, બક્ષી અને મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાનો સમાન હિસ્સો ધરાવતું જોઇન્ટ વેન્ચર છે. ટર્મિનેશન હેઠળ નોટિસના 15 દિવસોમાં CPRLએ મેકડોનાલ્ડ્સનું નામ, સિસ્ટમ, ટ્રેડમાર્ક, ડિઝાઇન અને તેની સાથે સંકળાયેલી પ્રોપર્ટીનો ઉપયોગ બંધ કરવો પડશે.
નવી દિલ્હીઃ દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 12 રાજ્યોમાં મેકડોનનલ્ડ્સના 169 રેસ્ટોરાંમાં કામ કરતા હજારો કર્મચારીઓની નોકરી જવાનું જોખમ ઉભું થયું છે. આ 12 રાજ્યોમાં મેકડોનલ્ડ્સના રેસ્ટોરાં ચલાવતી કંપની કનોટ પ્લાઝા રેસ્ટોરાં પ્રાઈવેટ લિમિટેડનો કરાર ખતમ થયા બાદ હજારો કર્મચારીઓની નોકરી જવાનો ડર ઉભો થયો છે. જોકે, કનોટ પ્લાઝા આ મામલે કાયદાકીય રસ્તો શોધી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -