2019 Maruti Baleno ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
કંપનીનું કહેવું છે કે, નવી બલેનોમાં સેફ્ટી માટે ડ્યૂઅલ એરબેગ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યૂશન અને બ્રેક આસિસ્ટન્ટ સાથે એબીએસ, પ્રી ટેન્શનર અને રિમાંડર સુવિધા સાથે ફોર્સ લિમિટર સીલ્ટ બેલ્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય ISOFIX ચાઈલ્ડ રિસ્ટ્રેન સિસ્ટમ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને રીયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅપડેટેડ બલેનો 1.2 લીટર પેટ્રોલ અને 1.3 લીટર ડીઝલ એન્જીન ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. પેટ્રોલ વર્ઝનની કિંમત 5.4 લાખથી 7.45 લાખ (મેન્યુઅલ ટ્રાંસમિશન) જ્યારે ઓટોમેટિક ટ્રાંસમિશનમાં કિંમત 7.48 લાખથી 8.77 લાખ રૂપિયા વચ્ચે હશે.
અપડેટેડ બલેનોમાં વધારે મોટા નવા સ્પોર્ટી ફ્રંટ ગ્રિલ આપવામાં આવ્યા છે. આ સિવાય, કટ સ્મોક્ડ ટૂ ટોન 16 ઈંચ અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આમાં નવી ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. સાથે રીયર પાર્કિગ કેમેરા ઈન્ટીગ્રેશન, લાઈવ ટ્રાફિક અને વ્હીકલ ઈન્ફોર્મેશન સાથે નેવિગેશન અને ડ્રાઈવિંગને લઈ સ્ક્રિન પર એલર્ટ જેવી હાઈટેક ફીચર નવી બલેનોમાં મળશે.
નવી દિલ્હીઃ Maruti Suzukiએ પ્રીમિયમ હેચબેક Balenoનું નવું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. 2019 મારુતિ બલેનોની એક્સ શોરૂમ કિંમત 5.4થી 8.7 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. જૂના મોડલની તુલનામાં નવી બલેનો વધારે બોલ્ડ દેખાય છે. એક્સટીરિયર અને ઇન્ટીરિયરમં અપડેટ્સ જોવા મળશે. ફેસલિફ્ટ બલેનોમાં નવા સેફ્ટી ફીચર્સ પણ જોડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -