સ્વિસ બેંકઃ કેવી રીતે ખુલે છે એકાઉન્ટ, જાણો નિયમ
સ્વિસ બેંક એકાઉન્ટ બેંક ખાતું બંધ કરવું સામાન્ય એકાઉન્ટ બંધ કરવાથી પણ સરળ છે. તમારે માત્ર એક અરજી આપવાની રહે છે અને તરત જ તમારા પૈસા તમે જેવી રીતે ઈચ્છો તેવી રીતે બેંકમાંથી લઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે તમારૂ એકાઉન્ટ સ્વિસ ફ્રેંકમાં ખોલો છે, તો તમને ખૂબ જ ઓછું વ્યાજ મળશે અને તમારા ઉપર ટેક્સ પણ લાગશે. પરંતુ, જો સ્વિસ બેંકમાં તમે અન્ય કોઈ કરન્સીમાં એકાઉન્ટ ખોલો છો, તો તમારા પૈસા ફંડ માર્કેટમાં લગાવવામાં આવે છે અને તેના પર વધારે વ્યાજ કમાઈ શકાય છે.
બેંક રેકોર્ડ માટે અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગે છે. તેમાં પાસપોર્ટની ઓથેન્ટિક કોપી, કંપનીના ડોક્યુમેન્ટ, પ્રોફેશનલ લાઈસન્સની જરૂર પડે છે.
સ્વિટ્ઝરલેન્ડમાં અંદાજે 400 બેંક છે, જેમાંથી યૂબીએસ અને ક્રેડિટ સુઈસ ગ્રુપ સૌથી મહત્ત્વનું છે. આ તમામ બેંક ગુપ્તતાના કાયદાની કલમ 47 અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવનારની ગુપ્તતા જાળવી રાખે છે. માટે બ્લેક મની રાખનારા અહીં એકાઉન્ટ ખોલાવવાનું પસંદ કરે છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે બેંકની પસંદગી. જેમને પોતાની ગુપ્તતા જાળવી રાખવી હોય છે તે એવી સ્વિસ બેંકની પસંદગી કરે છે જેની બ્રાન્ચ તેના ખુદના દેશમાં ન હોય. કારણ કે જો બ્રાન્જ સ્વિટ્ઝરલેન્ડથી બહાર હોય તો તે ત્યાં એ જ દેશના નિયમ કાયદા લાગુ પડે છે.
બ્લેક મની રાખનારા જે એકાઉન્ટ ખોલાવે છે તેને નંબર એકાઉન્ટ કહેવામાં આવે છે. સ્વિસ બેંકમાં એકાઉન્ટ 68 લાક રૂપિયા (1 લાખ ડોલર)થી ખોલાવી શકાય છે. તેમાં ટ્રાન્ઝેક્શનના સમયે ગ્રાહકના નામની જગ્યાએ માત્ર તેને આપેલ નંબર આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં ફિઝિકલ જવું જરૂરી હોય છે. 20,000 રૂપિયા દર વર્ષે આ એકાઉન્ટના મેન્ટેટન્સ માટે લેવામાં આવે છે.
નવી દિલ્હીઃ સ્વિટ્ઝરલેન્ડની સુંદરતાને લઈને તેને ધરતીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે, પરંતુ સ્વિસ બેંકોને કારણે તે ‘રૂપિયાનું સ્વર્ગ’ બનતું જઈ રહ્યું છે. હાલમાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્વિસ બેંકોમાં ભારતીયોના રૂપિયા 2017માં 50 ટકા સુધી વધી ગયા. હવે કાળા નાણાં અને સ્વિસ બેંકને લઈને અનેક અહેવાલો વાંચ્યા હશે પરંતુ શું તમને ખબર છે તે કેવી રીતે કામ કરે છે અને શું હોય છે નિયમો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -