150 અબજ ડોલર સાથે કોણ બન્યું આધુનિક ઈતિહાસના સૌથી ધનિક વ્યક્તિ, જાણો વિગત
જેફ બેઝોસની સંપત્તિમાં એક જ વર્ષમાં 52 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 44.3 અબજ ડોલર છે. હાલ બિલ ગેટ્સ બિલિયોનેર્સની યાદીમાં 95.5 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે, જ્યારે સંપત્તિ અમેરિકન ઇન્વેસ્ટર 83 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા નંબર પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રીતે એમેઝોનના શેરની કિંમત 2018માં 56 ટકા સુધી વધી ગઈ છે. આ કારણસર જેફ બેઝોસની નેટવર્થ વધીને 150.8 અબજ ડોલરે પહોંચી છે.
આશ્ચર્યની વાત એ છે કે, એમેઝોને વિશ્વભરમાં ચાલુ કરેલા સેલના કારણે જેફ બેઝોસની સંપત્તિમાં અચાનક ઉછાળો આવ્યો હતો. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં સોમવારે સવારે 11:10 વાગ્યે એમેઝોનના શેરની કિંમત 1825.73 ડોલર પહોંચી ગઈ હતી.
જોકે આજની મોંઘવારીના આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો 1999માં બિલ ગેટ્સનો એ આંકડો 149 અબજ ડોલર ગણાય. આમ, આધુનિક ઈતિહાસમાં એક પણ વ્યક્તિની સંપત્તિ જેફ બેઝોસ જેટલી 150 અબજ ડૉલર થઇ નથી.
બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દ્વારા જાહેર કરાતા આંકડા પ્રમાણે, 54 વર્ષીય જેફ બેઝોસે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. શેરબજારના ઉતાર-ચઢાવને પગલે 1999માં બિલ ગેટ્સની સંપત્તિ થોડા સમય માટે 100 અબજ ડોલરને પાર કરી ગઈ હતી.
નવી દિલ્હી: એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થ હવે 150 અબજ ડોલરે પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ આધુનિક ઈતિહાસના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. આ આંકડો વિશ્વના એક સમયના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સથી 55 અબજ ડોલર કરતા વધારે છે, જે હવે બીજા નંબરના સૌથી ધનિક બની ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -