RBI જારી કરશે 100 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે તેની ખાસિયતો
નવી દિલ્હીઃ હવે તમારા ગજવામાં 1000 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં આવી જશે મળતી માહિતી મુજબ આરબીઆઈએ 1000 રૂપિયાની નવી નોટનું દેવાસની બેંક નોટ પ્રેસમાં છાપકામ શરૂ કરી દીધું છે. આ નોટ જાંબલી કલરની હશે અને ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં બજારમાં આવી જશે. આ નોટમાં ગુજરાતની પાટર સ્થિત રાણીની વાવની તસવીર હોવાના અહેવાલ છે. આ વાવ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે. નોટબંધી બાદથી રિઝર્વ બેંકે અત્યાર સુધી 10, 50, 200, 500 અને 2000 રૂપિયાની નવી નોટ પ્રિન્ટ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય રિઝર્વ બેંક આ પહેલાં 200 રૂપિયાની નોટ પર મધ્ય પ્રદેશનાં વિદિશા જિલ્લામાં સ્થિત સાંચીનાં સ્તૂપ, 500 રૂપિયાની નવી નોટો પર દિલ્હીનો લાલ કિલ્લો, 50 રૂપિયાની નવી નોટ પર કર્ણાટકનાં હંપીની મંદિર શૃંખલા જ્યારે 10 રૂપિયાની નવી નોટ પર કોણાર્કનાં સૂર્ય મંદિરને અંકિત કરી ચૂકેલ છે.
નવી નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે આનાં છાપકામમાં સ્વદેશી કાગળ અને શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આ નોટની ડિઝાઈન મૈસુરની તે જ પ્રિન્ટીંગ પ્રેસમાં તૈયાર કરવામાં આવી છે જ્યાં 2000ની નોટો છાપવામાં આવે છે. ગ્રાહકોને માટે રાહતની વાત એ છે કે નવી નોટ બજારમાં આવ્યા બાદ જૂની નોટો તો ચલણમાં ચાલુ જ રહેશે.
નવી નોટોનો આકાર અને વજન 100 રૂપિયાની જૂની નોટોથી ઓછો હશે. અત્યાર સુધી 100 રૂપિયાની નોટોનું વજન 108 ગ્રામ હતું પરંતુ નવી નોટોમાં વજન માત્ર 80 ગ્રામની આસપાસ હશે. RBI ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આ નોટોને રજૂ કરી શકે છે.
જોકે નવી નોટ માટે બેંકોને પોતાનાં ATMને કેસ ટ્રેનમાં એક વાર ફરી ફેરફાર કરવો પડશે. 2014માં મોદી સરકાર આવ્યા બાદ આ ચોથી વખત એવું બનશે કે બેંકોએ પોતાના એટીએમમાં ફેરફાર કરવો પડ્યો હશે. આ પહેલાં 2000, 500 અને 200ની નવી નોટોને માટે ફેરફાર કરવો પડ્યો હતો.
નવી નોટમાં સામાન્ય સુરક્ષા ફીચરની સાથે-સાથે લગભગ એક ડઝન નવા સૂક્ષ્મ સુરક્ષા ફીચર પણ જોડવામાં આવેલ છે. આને માત્ર અલ્ટ્રાવાયલેટ રોશનીમાં જ જોઇ શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -