નીતિ આયોગના CEOના મોટું નિવેદનઃ 3 વર્ષ પછી બેંકો બની જશે બીનજરૂરી
અહી એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, આવતા ૩ વર્ષમાં બેન્કોની જરૂર જ નહી રહે. સ્માર્ટફોનથી પરિવર્તનને ગતિ મળશે. ભારત એક માત્ર દેશ છે જયાં એક અબજથી વધુ લોકોના આધારકાર્ડ જારી કરવામાં આવ્યા છે. આવતા ૩ વર્ષમાં ભારતમાં એક અબજથી વધુ સ્માર્ટફોન હશે. નીતિ આયોગના સીઇઓએ કહ્યું હતું કે, દેશમાં મોબાઇલ ડેટાનું વેચાણ અમેરિકા અને ચીનના સંયુકત ડેટા વેચાણથી પણ વધુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમમાં પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, દુનિયામાં નવુ બેન્કીંગ મોડલ ભારતથી આવશે અને પેટીએમ ભારત મોડલનું પ્રારંભિક ઉદાહરણ હશે.
નવી દિલ્હીઃ નવેમ્બર 2016માં નોટબંધી કર્યા બાદથી કેન્દ્ર સરકાર સતત કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી નવી ઓફર રજૂ કરી છે. હવે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ગુરુવારે કહ્યું કે, ભૌતિક રીતે બેંક અને તેની શાખાઓમાં આવતા ત્રણ વર્ષમાં બીનજરૂરી બની જશે કારણ કે ડેટા વપરાશ અને ડેટા વિશ્લેષણથી નાણાંકીય સમાવેશ અને ગતિ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -