મોબાઈલ સહિત કઈ-કઈ 17 વસ્તુઓ 10% મોંઘી થઈ, જાણો વિગત
તેના પર ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી હતી. કોમ્પ્રેશર પર ડ્યૂટી વધારીને 10 ટકા, સ્પીકર પર 15 ટકા અને ફૂટવેર પર 25 ટકા કરી દેવામાં આવી હતી. રેડિયલ કાર ટાયર પર પણ ચાર્જ 10 ટકાથી વધારી 15 ટકા કરાઈ હતી. આ 19 વસ્તુઓની આયાત પર દર વર્ષે 86,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. ઈમ્પોર્ટ ચાર્જ વધારવાનો નિર્ણય 14 સપ્ટેમ્બરે વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં લેવાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: રૂપિયો બચાવવા માટે આયાત ઘટાડવાના આશયથી સરકારે સ્માર્ટ વોચ, મોબાઈલ ફોનના પાર્ટ્સ અને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. સ્માર્ટ વોચ સહિત કેટલીક વસ્તુઓ પર ચાર્જ 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા બે સપ્તાહમાં બીજી વખત ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરાયો છે. આ પહેલાં 26 સપ્ટેમ્બરે 19 વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી હતી. તેમાં એસી, ફ્રીજ અને 10 કિલો સુધીની ક્ષમતાવાળા વોશિંગ મશીનનો પણ સમાવેશ થાય છે.
મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ સહિત કેટલીક વસ્તુઓ પર ડ્યૂટી 0થી વધારીને 10 ટકા કરવામાં આવી છે. શુક્રવાર 12 ઓક્ટોબરથી તેનો અમલ થઈ ગયો છે. કંપનીઓ વધારાના ચાર્જનો બોજ ગ્રાહકો પર નાંખશે તો સ્માર્ટ વોચ અને મોબાઈલ ફોન થોડા મોંઘા થઈ શકે છે. મોબાઈલ ફોન, એર કંડિશનર અને રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ફ્લાઈટ, જ્વેલરી અને પ્લાસ્ટિકનો સામાન સહિત 17 વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -