Yamahaએ R25 સુપર બાઈકનું કર્યું ગ્લોબલ ડેબ્યૂ, જાણો તેની ખાસિયત
જાપાનની મોટરસાઈકલ નિર્માતા કંપની યામાહાએ યુવાનોને આકર્ષવા માટે 2019 મોડલ YZF-R25નું ગ્લોબલ ડેબ્યૂ કર્યું છે. કંપનીએ વર્તમાન R15ને લઈને યુવાનોમાં લોકપ્રિયતાને જોતા આ નવી આકર્ષક હાઈ પરફોર્મેસ આપનારી રેસિંગ બાઈકને રજૂ કરી છે.
આરામદાયક રાઈડિંગ માટે બાઈકમાં રિયરમાં મોનોશોક લગાવામાં આવ્યું છે. જ્યારે ફ્રંટમાં કંપની અપસાઈડ ડાઉન ફોક્સ આપ્યા છે.
સ્પિલિટ્સ સીટ્સ સાથે બાઈકમાં એલઈડી હેડલેમ્પ્સ તથા એલસીડી ડિસ્પ્લે લગાવામાં આવી છે. આ બાઈકનું વજન 166 કિલોગ્રામ છે,
YZF-R25 માં 250cc નું પેરેલલ ટ્વિન લિક્વિડ કૂલ્ડ એન્જીન છે જે 12,000 rpm પર 35.5 hp પાવર તથા 22.6 Nmનું ટોર્ક ઉત્પન કરે છે. આ એન્જીન 6 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે
બેક્રિગં સિસ્ટમની વાત કરીએ તો તેના ફ્રંટમાં સિંગલ હાઈડ્રોલિક ડિસ્ક આપી છે. જ્યારે રિયરમા આપવામાં આવેલી ડિસ્ક બ્રેક ABS તથા નોન ABS વર્ઝનમાં આવશે.
યામાહાએ 2019 મોડલ YZF-R25ને એરોડાયનેમિક બોડી ડિઝાઈન પર આધારિત તૈયાર કરી છે અને તેના લૂકને મોટા પ્રમાણમાં સુપરબાઈક R1 જેવો રાખ્યો છે. જેના કારણે આ ખૂબજ પાવરફૂલ અને સ્પોર્ટી દેખાઈ રહી છે.
જો કે હાલમાં YZF-R25 કિંમતને લઈને કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ આગામી વર્ષે ભારતમાં લોન્ચ કરી શકે છે.
આ બાઈક ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. જેમાં યામાહા રેસિંગ બ્લૂ, મેટ બ્લેક અને મેટ રેડ સામેલ છે.