હવે લોકોના હાથમાં હશે એપલનો ‘મેડ ઈન ઈંડિયા’ iPhone!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2017 10:13 AM (IST)
1
ગયા વર્ષે ડિસેમ્બરમાં અહેવાલો હતા કે એપલ પોતાની પ્રોડક્ટના પાર્ટ્સના નિર્માણ માટે બેંગલુરૂ પર પસંદગી ઉતારી શકે છે. પણ તે સમયે અધિકારીઓ તરફથી આ વાતની પુષ્ટિ કરી નહોતી.
2
આ વાતની જાહેરાત કરતા રાજ્યના આઈટી મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું છે કે એપલના ઈરાદા છે કે તે બેંગલુરૂમાં પોતાના ઉત્પાદનોના નિર્માણ કરવાની છે. જો કે આ કામ ક્યારે શરૂ થશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી. લગભગ જૂન મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છ.
3
ભારત એવો ત્રીજો દેશ હશે જ્યાં એપલ કંપની પોતાની પ્રોડક્ટ્સનું નિર્માણ કરશે.
4
બેંગલુરૂ: હવે ભારતીય ગ્રાહકો પાસે પણ એપલનો ‘મેડ ઈન ઈંડિયા’ આઈફોન હશે ઉપલબ્ધ. એપલના કર્ણાટકમાં પ્રાઈમરી મેન્યુફેક્ચરિંગ કાર્ય શરૂ કરવાની ઈચ્છા દર્શાવી હતી જેનું રાજ્ય સરકારે સ્વાગત કર્યુ છે.