Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
હવે રોકડમાં 3 લાખથી વધારેનો વ્યવહાર કરશો તો 3 લાખનો દંડ, લગ્નમાં પણ નહીં થઈ શકે વધારે ખર્ચ
કાળુનાણું અને ભ્રષ્ટાચારના દુષણને ડામવા માટે આ જાહેરાત કરી હતી. તેમણે રાજકીય પક્ષો માટે પણ મર્યાદા નક્કી કરી હતી. તેઓ દાનવિરો પાસેથી ૨૦૦૦થી વધુનો ફાળો ચેક કે ડીજીટલ માધ્યમથી જ લઇ શકશે. પારદર્શિતા માટે તેમણે આ પગલાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ ત્રણ લાખને બદલે એક જ વહેવાર પેટે એક જ દિવસમાં કે એક પ્રસંગના ખર્ચ પેટે કે ખરીદી પેટે રૂપિયા 4 લાખ રોકડોથી ચૂકવનારા વ્યક્તિએ રૂપિયા 4 લાખનો દંડ ભરવો પડશે. નાણાં પ્રધાને આવકવેરા ધારામાં કલમ 269 (એસટી) દાખલ કરવામાં આવી છે. ઘરમાં લગ્ન પ્રસંગ હશે તો પણ એક દિવસમાં આ રીતે રોકડથી ચૂકવણી કરી શકાશે નહીં.
નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, ત્રણ લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ ફરવામાં આવશે. આનો અમલ ૧લી એપ્રિલ ૨૦૧૭થી અમલ થશે. જોગવાઈ અનુસાર ત્રણ લાખથી વધારે રકમ રોકડેથી સ્વીકારવામાં આવશે તો તેવા સંજોગોમાં સ્વીકારેલી રકમ જેટલી જ રકમનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવી દિલ્હી: 1 ફેબ્રુઆરીએ અરૂણ જેટલીએ મોદી સરકારનું ચોથું સામાન્ય બજેટ રજૂ કર્યું. સરકારે નાણાંકીય વર્ષ 2017-18ના રજૂ થયેલા બજેટમાં સરકારનું ધ્યાન પોતાની ડીજીટલ યોજનાને આગળ વધારવા ઉપર જ રહ્યું હતું. એક તરફ રાજકીય પક્ષો ઉપર લગામ મુક્યા બાદ નાણામંત્રી જેટલીએ જાહેરાત કરી હતી કે ત્રણ લાખથી વધુનું ચૂકવણુ ડીજીટલ રીતે જ કરવું પડશે.
સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાળા નાણાના દુષણને ડામવા આ પગલુ સુચવાયું છે.
ગૃહમાં બજેટને રજુ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારે હાલમાં જારી કરેલ, ભીમ એપ'ને અત્યાર સુધીમાં સવા કરોડ લોકો અપનાવી ચૂકયા છે. આનો હેતુ ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. ભીમ' એપનો ઉપયોગ કરનારા માટે તેમણે રેફરલ સ્કીમની પણ જાહેરાત કરી હતી. સાથોસાથ કેશબેક સ્કીમની પણ જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -