ચાલુ વર્ષે ઓછો વધશે પગાર, કર્મચારીઓના વેતનમાં 9.5 ટકા વધારાનો અંદાજ
એકંદરે છૂટા થવાનો દર મર્યાદિત રહ્યો છે તેમ છતાં પ્રમુખ પ્રતિભાશાળી કર્મચારીના છૂટા થવાનો દર નોંધપાત્ર વધ્યો છે. ભારતમાં એકંદરે છૂટા થવાનો દર ૧૬.૪ ટકા રહ્યો છે જે ઉભરતા બજારોમાં સૌથી નીચો છે. પ્રતિભાશાળી કર્મચારીના છૂટા થવાવનો દર દેશમાં ૧૨.૩ ટકા થયો છે જે ૨૦૧૫માં ૭.૩ ટકા રહ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુએસમાં સત્તા પલટો અને ઘરઆંગણે નોટબંધીના પરિબળો છતાં ગત વર્ષની તુલનાએ વેતન ખર્ચમાં સાધારણ ઘટાડો થયો છે, તેમ અંદાજે એક હજાર કંપનીઓને સાંકળીને તૈયાર કરેલા સર્વેમાં જણાવ્યું હતું. સંસ્થાઓ વધુ શ્રેષ્ઠ પ્રદર્શન તેમજ મુખ્ય ટેલેન્ટ પર ધ્યાન વધારી રહી છે. કંપનીમાં ટોચના પર્ફોર્મર અને સરેરાશ કામગીરી કરનાર કર્મી વચ્ચેના વેતનમાં પણ તફાવત વધ્યો છે.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે સેલેરીનું બજેટ સંકોચાયું છે, તે એઓન હ્યુવિટ ઈન્ડિયાના પાર્ટનર આનંદોરૂપ ઘોષે જણાવ્યું હતું. લાઈફ સાયન્સિસ, વ્યવસાયિક સેવાઓ, કેમિકલ્સ, મનોરંજન મીડિયા, ઓટોમોટિવ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ક્ષેત્ર ડબલ ડિજિટ વેતન વૃદ્ધિની અપેક્ષા ધરાવતા હતા પરંતુ તેમણે ૨૦૧૬માં કરેલા વાસ્તવિક ખર્ચથી પણ આ વર્ષે ઘટાડો કર્યો છે.
ચીનમાં સરેરાશ ૬.૯ ટકા, ફિલિપાઈન્સમાં ૬ ટકા, મલેશિયામાં ૫.૫ ટકા, સિંગાપોરમાં ૪.૧ ટકા અને જાપાનમાં ૨.૪ ટકા વેતન વધારો થવાની અપેક્ષા છે. રાજકીય પરિવર્તન અને આર્થિક ઊથલપાથલને લીધે વ્યવસાયિક કામગીરી પ્રભાવિત થઈ છે. ચાલુ વર્ષે તેનું પ્રતિબિંબ વેતન વધારામાં જોવા મળી શકે છે અને કંપનીઓ ઉત્પાદકતા અને પ્રદર્શન પર વધુ ભાર આપી રહી છે.
ટોચનું પ્રદર્શન ધરાવતા કર્મીનો પગાર સરેરાશ કર્મીની તુલનાએ ૧.૮ ગણો વધુ છે. મહત્વની પ્રતિભા માટે સંસ્થા કારકિર્દી વિકાસ, આંતરાષ્ટ્રીય અને કાર્ય ગતિશીલતા, નેતૃત્વ સહિતના પરિમાણો પર વધુ ધ્યાન પુરું પાડે છે. ભારતમાં વર્ષ દર વર્ષ વેતન વધારામાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં ટોચ પર છે.
ભારતમાં ૨૦૦૭માં સરેરાશ ૧૫.૧ ટકાના પગાર વધારો ઘટીને ચાલુ વર્ષમાં ૯.૧ ટકા થયો છે અને કંપનીઓ વધુ શ્રેષ્ઠ પ્રદર્શન પર ભાર આપી રહી હોવાથી કંપનીઓનું વેતન બજેટ ઉજ્જડ બન્યું હોવાનું જણાય છે. વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે ડામાડોળ અર્થતંત્ર અને રાજકીય વંટોળ વચ્ચે ભારતીય કોર્પોરેટ્સે વધુ પરિપક્વતા દર્શાવી છે.
નવી દિલ્હીઃ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. 2017માં પગાર વધારો વિતેલા વર્ષની તુલનામાં 1 ટકા ઓછો રહેવાનો અંદાજ છે. માનવ સંશાધન સંસ્થા એયોન હ્યુવિટના વાર્ષિક પગાર વધારા સર્વે અનુસાર 2017માં સરેરાશ પગાર વૃદ્ધિ 9.5 ટકા રહેશે. આ 2016માં 10.3 ટકાની તુલનામાં ઓછો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -