Jioનો નવો પ્લાનઃ 10 એવી વાત જે દરેક યૂઝર્સ માટે છે જરૂરી
જિયોને લઈને કંપની આગળ પણ વધારે આકર્ષક ઓફરની જાહેરાત કરવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિયોના પ્રાઈમ યૂઝર્સને જિયો મીડિયા, જિયો ટીવી, જિયો સિનેમા, જિયોટીવીના પણ ફ્રી એક્સેસ મળશે. તેની સાથે જ જિયો મીડિયાની 10,000 રૂપિયા સુધીની સેવા એક વર્ષ સુધી ફ્રી મળશે.
તેના માટે 1થી 31 માર્ચ 2017ની વચ્ચે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
જિયો પ્રાઈમનો લાભ જિયોના અત્યાર સુધીના 10 કરોડ યૂઝર્સ અને 31 માર્ચ 2017 પહેલા જિયો સાથે જોડાયેલ ગ્રાહકને મળશે.
હેપ્પી ન્યૂ યર ઓફરમાં 1GB 4G અને ફ્રી વોયસ કોલ મળી રહ્યા છે. પરંતુ હવે દરરોજ મળનારા 1GB 4G ડેટા માટે તમારે 10 રૂપિયા પ્રતિદિવસ પ્રમાણે ખર્ચ કરવા પડશે.
યૂઝર્સ રજિસ્ટ્રેશન માટે myJio એપ અથવા કંપનીની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
વેલકમ ઓફર બાદ યૂઝર્સને જિયો નંબર ઓટોમેટિકલી હેપ્પી ન્યૂ યર ઓફરમાં અપગ્રેડ થઈ જશે પરંતુ આ વખતે આપોઆપ અપગ્રેડ નહીં થાય તેના માટે મેમ્બરશિપ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
એટલે કે 31 માર્ચ સુધી ફ્રી મળનારી હેપ્પી ન્યૂર યર ઓર દર મહિને 303 રૂપિયા અપીને 1 એપ્રિલ 2018 સુધી મળશે.
રિલાયન્સ જિયોએ જિયો પ્રાઈમ મેમ્બરશિપ પ્લાનની જાહેરાત કરી છે. તેના માટે 99 રૂપિયા આપીને તમે 12 મહિના માટે મેમ્બરશિપ મેળવી શકો છો.
31 માર્ચ બાદ જિયો પર વોઈસ કોલિંગ અને રોમિંજ ચાર્જ ફ્રી રહેશે. 1 એપ્રિલ 2017થી ઇન્ટરનેટના ઉપયોગ માટે રૂપિયા આપવા પડશે.
રિલાયન્સ જિયોની ફ્રી સેવાના દિવસો હવે ખત્મ થવાના છે. 170 દિવસ સુધી ફ્રી સેવા આપનારી કંપની જિયો ટૂંકમાં જ પેઈડ સેવા આપશે. વિતેલા મંગળવારે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જિયોને લઈને જં કઈપણ જાહેરાત કરી તેની 10 મોટી વાત અમે તમને અહીં જણાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -