Bajajએ આ બાઈકની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવી કિંમત
ઉલ્લેખનીય છે કે, બજાજ પલ્સરને કંપની નવા અવતારમાં ઉતારવા માટે તૈયાર છે. આ નવા પલ્સર અવતારને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવ્યું હતું. 2018 પલ્સર 150 ડિઝાઈનને જૂના મોડલ્સના મુકાબલે ખાસ બદલવામાં આવી નથી. તેમાં ગ્રાફિક્સ નવા છે. બાઈકમાં ફૂટ હેગ્સ નવા છે અને પેડલ્સનો લુક ફિનિશિંગના મામલામાં ખૂબ જ સારો છે.
ફીચર્સની વાત કરીએ તો બજાજ CT100માં 99.27 CCનું એન્જિન આપેલું છે. તેમાં 4 સ્પીડવાળું ગિયર બોક્સ છે. તેનું એન્જિન 8.1bHPનો પાવર જનરેટ કરે છે. તો તેનો ટોપ ટોર્ક 8.05 ન્યૂટન મીટરનો છે. બજાજ સીટી 100ના ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોક્સ અને રિયરમાં સ્પ્રિન્ગ ઈન સ્પ્રિન્ગ શોકર આપવામાં આવ્યો છે. સાથે જ ફ્રન્ટ અને રિયરમાં 110mm ડ્રમ બ્રેક આપેલી છે.
તો તેના સેલ્ફ સ્ટાર્ટ અને એલોય વ્હીલ વાળા વેરિયન્ટને 39,700 રૂપિયામાં ખરીદી શકશો. તેની કિંમત પહેલા 41,114 રૂપિયા હતી. તો તેના બેસ વેરિયન્ટની કિંમતમાં કોઈ ઘટાડો નથી કરાયો. Bajaj CT100 Bને 30,714 રૂપિયામાં ખરીદી શકાય છે. આ બધી કિંમતો દિલ્હીના એક્સ શોરૂમ કિંમતો છે.
નવી દિલ્હીઃ બજાજે પોતાની બાઈકની કિંમતમાં 10 ટકાથી પણ વધારેનો ઘટાડો કર્યો છે. આ બજાજની એન્ટ્રી લેવલની બાઈક છે. આ ઘટાડો બાઈકના સેલ્ફ સ્ટાર્ટ અને કિક સ્ટાર્ટ બન્ને વેરિયન્ટમાં કરવામાં આવ્યો છે. બજાજા સીટી 100ના એલોય વ્હીલ અને કિક સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત 36403 રૂપિયા હતી જે ઘટીને હવે 32000 રૂપિયા થઈ ગઈ છે.