હવે નવા અવતારમાં મળશે બજાજ પલ્સર 150, જાણો કિંમત અને ફીચર્સ
ફ્રન્ટમાં કંપનીએ 240 એમએમની ડિસ્ક બ્રેક આપી છે. જ્યારે રિયરમાં 130 એમએમ ડ્રમ બ્રેક આપી છે. કંપનીએ આ બાઇકમાં એબીએસ સિસ્ટમ આપી નથી.
પલ્સર 150 નિયોનમાં 149cc સિંગલ સિલિન્ડર DTS-i એન્જિન છે. જે 13.8bhpનો પાવર અને 13.4Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનની સાથે 5 સ્પીડ ગિયરબોક્સનો ઓપ્શન મળે છે.
મેટ બ્લેક પેઇન્ટની સાથે રેડ, સિલ્વર અને યલો એમ ત્રણ કલરમાં આ બાઇક મળશે. તમામ ત્રણ વેરિયન્ટમાં હેડલેમ્પ, બેઝ, સાઇડ પેનલ અને ગ્રેબ રેલ પર નિયોન હાઇલાઇટ નજરે પડે છે. મિકેનિકલ તરીકે નવી બજાજ પલ્સર 150 નિયોન જૂના જેવી જ છે, તેમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ બજાજ ઓટોએ ભારતમાં 2019 પલ્સર 150 નિયોન કલેક્શનને લોન્ચ કર્યું છે. જે બજાજ પલ્સર 150નો નવો અવતાર છે. કંપનીએ તેની કિંમત 64,998 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. નવી પલ્સર 150 નિયોન કલેક્શન નવા કલર્સ અને ગ્રાફિક્સ સાથે રજૂ કરવામાં આવી છે.