હવે બેંકની લોન નહીં ભરો તો જપ્ત થશે તમારો પાસપોર્ટ!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Sep 2018 02:58 PM (IST)
1
આ માટે સરકાર નવો વટહુકમ પણ લાવી શકે છે. જણાવીએ કે બેંકિંગ સચિવની આગેવાનીમાં બનેલી કમિટિએ આ ભલામણ કરી છે. 50 કરોડ રૂપિયાથી વધારે લોન ન ચુકવનાર માટે આ નિયમ લાગુ કરવામાં આવશે.
2
નવી દિલ્હીઃ બેંક લોન ડિફોલ્ટ કરવાના મામલે જો ફરિયાદ થશે તો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે. મીડિયા અહેવાલ અનુસાર સરકાર આ જ મહીને આ મામલે કાયદાકીય મંજૂરી આપી શકે છે. હવે લોન લેનાર વિદેશ ભાગવાની આશંકા પર પાસપોર્ટ જપ્ત થઈ શકે છે. પાસપોર્ટ જપ્ત કરવાની માર્ગદર્શિકા ફાઈનલ થઈ ગઈ છે. લોન ડિફોલ્ટની ફરિયાદ નોંધાયા બાદ પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે.
3
જે લોકો જાણીજોઈને લોન નથી ભરતા તેવા લોકો સામે સરકારે આ પગલું ભર્યું છે. જેના માટે પાસપોર્ટ એક્ટના સેક્શનમાં 10(3)(સી) બદલાવ થશે. જેને આ મહિને કેબિનેટમાંથી મંજૂરી મળશે.