માત્ર ત્રણ મિનિટના ચાર્જિંગમાં બે ભાગ થઈ ગયા iPhone 8 plusના
બીજા કિસ્સામાં એક વ્યક્તિને ડિલિવીરમાં તૂટેલ આઈફોન 8 મળ્યો છે. જેની તસવીર તેણે ટ્વિટર પર શેર કરી છે. તસવીરમાં જે રીતે સ્ક્રીન ઉપરની બાજુ ઉઠેલ છે, ફોનમાં આ સમસ્યાનું કારણ ખરાબ બેટરી પણ હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરિયાદ કરનાર મિસ. વુએ પાંચ દિવસ પહેલા જ આઈફોન ખરીદ્યો હતો. ચાર્જિંગની 3 મિનિટમાં જ ફોન સ્પ્લિટ થઈ ગયો હતો. આ સિવાય જાપાનથી પણ એક યુઝરે આઈફોન 8 પ્લસનો ફોટો શેર કર્યો છે, જેમાં ઓર્ડર મળ્યો ત્યારે જ ફોન છુટો પડેલો હતો.
આ વાતનો કોઈ સત્તાવાર રિપોર્ટ નથી મળ્યો, પણ કહેવાય છે કે iPhone 8 પ્લસની બેટરી એમ્પેરેક્સ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા બનાવાવમાં આવી છે. અને આ જ કંપનીએ સેમસંગ ગેલેક્સી નોટ 7ની બેટરી બનાવી હતી.
પહેલા કેસમાં તાઈવાનની એક મહિલાએ કહ્યું કે ચાર્જિંગ પર લગાવ્યા બાદ ત્રણ મિનિટ બાદ જ તેના ફોનની સ્ક્રીન ફોનની બોડીથી ઉપર ઉઠીને ફૂલી ગઈ. મહિલાએ ફોનના ચાર્જિંગ માટે ઓરિજનલ કેબલ અને ચાર્જરનો ઉપયોગ કર્યો હતો, તેમ છતાં તેના ફોનમાં આ મુશ્કેલી આવી રહી છે.
આઈફોન 8 સાથે જોડાયેલ બે કિસ્સા સામે આવ્યા છે જેમાં ફોનની બેટરીમાં કેટલીક ખરાબી જોવા મળી છે. બન્ને કિસ્સામાં ફોનની મુખ્ય બોડી ટેકનીકલી કારણોસર બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -