Jio ઇફેક્ટ: સતત ત્રીજા ક્વાર્ટરમાં Airtelનો નફો ઘટ્યો, જાણો કેવું રહ્યું Q4 પરિણામ
ભારતી એરટેલનો એમડી અને સીઇઓ (ભારત અને સાઉથ એશિયા) ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે, નવા ઓપરેટરની આક્રમક પ્રાઇસિંગ પોલિસીને કારણે સતત બીજા ત્રિમાસિક ગાળામાં આવકવૃદ્ધિ ઘટી છે. સમગ્ર ટેલિકોમ ઉદ્યોગની આવકમાં પહેલી વખત સમગ્ર વર્ષમાં ઘટાડો નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારા નેટવર્ક પર નવા ઓપરેટરના વોઇસ ટ્રાફિકની સુનામીને કારણે અમારે નોંધપાત્ર રોકાણ કરવું પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોથા ક્વાર્ટરમાં કંપનીનો વ્યાજ, ટેક્સ, ઘસારા અને એમોર્ટાઇઝેશન પૂર્વેનો નફો (EBITDA) રૂ.7,906 કરોડ થયો છે. બ્રોકરેજ ICICI સિક્યોરિટીઝને એરટેલનો ચોખ્ખો નફો અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 87.7 ટકા ઘટીને રૂ.162.30 કરોડ રહેવાનો અંદાજ હતો. સમાન ગાળામાં આવક 11.8 ટકા ઘટવાની શક્યતા હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં ભારતી એરટેલનો શેર 5.86 ટકા ઘટ્યો છે, જે મંગળવારે 1.64 ટકા ઘટીને બીએસઇ પર રૂ.345.50ના મથાળે બંધ રહ્યો હતો. એક વર્ષમાં સેન્સેક્સમાં 16.52 ટકાનો વધારો નોંધાયો છે.
એરટેલે ઓક્ટોબર-ડિસેમ્બર 2016માં રૂ.503.7કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ કાર્યકારી આવક રૂ.21,935 કરોડ રહી છે, જે ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 6 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ.23,336 કરોડ હતી. કંપનીની યુઝર દીઠ સરેરાશ આવક (ARPU) ત્રીજા ક્વાર્ટર કરતાં 8 ટકા ઘટીને રૂ.158 થઈ છે.
મુંબઈઃ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલને પ્રતિસ્પર્ધી રિલાયન્સને કારણે મોટો ફટકો પડ્યો છે. નાણાંકીય વર્ષ 2016-17ના ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલનો ચોખ્ખો નફો વાર્ષિક દોરણે અંદાજે 72 ટકા ઘટીને 373.4 કરોડ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ જિઓની ફ્રી કોલિંગ, ફ્રી ડેટા અને ફ્રી એપ્સ ઓફરને કારણે એરટેલની આવકમાં પણ વિતેલા વર્ષની તુલનામાં 12 ટકા ઘટીને 21,934.6 કરોડ રૂપિયા રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -