હવે Whatsapp દ્વારા વીમાનો દાવો કરી શકાશે, આ કંપનીએ કરી શરૂઆત, જાણો વિગતે
નવી દિલ્હીઃ દેશની જાણીતી ઈન્શ્યોરન્સ કંપની ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોની સુવિધા માટે વોટ્સએપ દ્વારા વીમાનો દાવો કરવાની સુવિધા શરૂ કરી છે. કંપનીએ સોમવારે આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે, પોલીસી ધારક દ્વારા નામાંકિત વ્યક્તિએ વીમાનો દાવો કરવા માટે કંપનીની શાખા પર નહીં જવું પડે. વોટ્સએપ પર એક મેસેજ કરીને દાવો કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીની ક્લેમ ટીમ તરફથી આપવામાં આવેલી લિંક પર નોમિનીએ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. જે બાદ કેટલા દિવસમાં ક્લેમ આપવામાં આવશે અથવા ક્લેમ મંજૂર થશે કે નહીં તેની જાણકારી વોટ્સએપ દ્વારા નોમિનીને આપવામાં આવશે.
જો ક્લેમ પાસ થશે તો પોલિસીના પૈસા આપમેળે નોમિનીના ખાતામાં જમા થઈ જશે. ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સ દેશની અગ્રણી કંપની ભારતી એન્ટરપ્રાઇઝની વિશ્વની સૌથી મોટી વીમા કંપનીઓ પૈકીની એક એક્સાનું સંયુક્ત સાહસ છે.
ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડીરેક્ટર અને સીઈઓ વિકાસ સેઠે કહ્યું કે, વીમાધારકના નોમિની કે નામિત વ્યક્તિએ દાવો કરવા માટે કંપનીના વોટ્સએપ નંબર પર મેસેજ મોકલવો પડશે. જે બાદ કંપનીની ટીમ દાવો કરનારા વ્યક્તિનો સંપર્ક કરશે અને તાત્કાલિક જવાબ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -