સોશિયલ મીડિયા પર ચાઈનીઝ આઈટમની બોયકોટની થઈ અસર, જાણો કેટલી ઘટી માગ
જોકે, ચીને દાવો કર્યો છે કે, ભારતમાં બોયકોટનું અભિયાન ચાલુ હોવા છતાં વેચાણ પર કોઈ અસર જોવા મળી નથી. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પોતાના અહેવાલમાં કહ્યું છે કે, ચાઈનીઝ પ્રોડક્ટ્સની ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રેકોર્ડ વેચાણ થયું છે.
ભારત અને ચીનની વચ્ચે અંદાજે 4.5 લાખ કરોડ રૂપિયાથી વધારેનો કારોબાર છે. ભારત ચીન સાથે એક્સપોર્ટની તુલનામાં 6.66 ગણી વધારે આયાત કરે છે. 2015-16માં ચીનમાંથી ભારતે 60 હજાર કરોડ રૂપિયાનો સામાન ઇમ્પોર્ટ કર્યો છે.
વેપારીઓને ડર છે કે, લોકો ચીનનો સામાન ખરીદશે કે નહીં. ખંડેલવાલે જણાવ્યું કે, ચીનના સામાનના બોયકોટની અસર નવા વર્ષે અને ક્રિસમસ પર જોવા મળશે. જો દિવાળી પર સામાન નહીં વેચાય તો વેપેરાઈ નવા વર્ષ અને ક્રિસમસ માટે ચીનને ઓર્ડર નહીં આપે.
આ અપીલને કારણે વેપારીઓને ડર છે કે, જો ખરીદી 10-15 ટકા સુધી પણ ઘટે તો પડતર કાઢવી પણ મુશ્કેલ થઈ શકે છે. એક અંદાજ પ્રમામે ચીનનથી થતી આયાત પ્રોડક્ટ્સમાં 20-30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કેટના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ અનુસાર, દિવાળી પર ચાઈનીઝ લાઈટિંગ જેવા સામાન દેશબરમાં મોટા પાયે ઉપયોગ કરવામાં આવેછે. અંદાજે ત્રણ મહિના પહેલા જ ભારતીય બજારમાં આવા સામા નનોસ્ટોક કરી લેવામાં આવતો હોય છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ચાઈનીઝ પ્રોડ્ક્ટનો ઉપયોગ ન કરવાની અપીલની અસર જોવા મળી રહી છે. તહેવારની સીઝન શરૂ થયાના 13 દિવસમાં આ પ્રોડક્ટ્સની માગમાં 20 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. આ દાવો કારોબારી મુખ્ય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટે) કર્યો છે. ભારત-પાકિસ્તનની વચ્ચે ચાલતા તણાવની વચ્ચે ભારત વિરોધી વલણ બદલ સોશિયલ મીડિયા પર ચીનમાં બનેલી પ્રોડક્ટ ન ખરીદવીની અપીલ કરવામાં આવી છે.