Airtel લાવી નવી V-Fiber સર્વિસ, અનલિમિટેડ ફ્રી-વોયસ કોલિંગની સાથે જાણો કેટલી મળશે સ્પીડ
કંપનીએ પોતાના તમામ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે અનલિમિટેડ ફ્રી-વોયસ કોલિંગ પણ ઓફર કરી રહી છે. આ સર્વિસ પહેલા થોડાક જ બ્રોડબેન્ડ પ્લાન સાથી જ હતી, જે હવે તમામ પ્લાનની સાથે હશે. તેના દ્વારા ગ્રાહક દેશના કોઈપણ નેટવર્ક પર ફ્રીમાં કોલિંગ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, V-Fiber દ્વારા એરટેલ ગ્રાહકોના બ્રોડબેન્ડ સુપરફાસ્ટ ડેટા સ્પીડમાં ફેરવાઈ જશે, જેનાથી ગ્રાહકો HD વીડિયો સ્ટ્રીમિંગ અને હેવી ડાઉનલોડ્સનો લાભ લઈ શકશે. જોકે તેના માટે તેણે નવા મોડેમ ખરીદવા પડશે. હાલમાં એરટેલ બ્રોડબેન્ડ ગ્રાહક હાલના પ્લાનની સાથે જ V-Fiber સ્પીડ સર્વિસમાં અપગ્રેડ કરી શકે છે, તેના માટે કોઈ વધારાની ફીર નહીં લેવામાં આવે. જોકે ગ્રાહકોએ નવું મોડેમ ખરીદવું પડશે, અને જો સર્વિસ ન ગમે તો એક મહિનાની અંદર મોડેમ ચાર્જ પરત કરવામાં આવશે. ઉપરાંત નવા ગ્રાહકો માટે ત્રણ મહિનાની ટ્રાયલ પણ ઉપલબ્ધ છે.
કંપનીએ જણાવ્યું કે, V-Fiber સુપરફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસ એવી જગ્યા પર પહોંચશે જ્યાં એરટેલની બ્રોડબેન્ડ સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે. કંપની અનુસાર વી-ફાઈબર નેટવર્કમાં અપગ્રેડ કરવા માટે તેને રોડમાં ફરી ખોદકામ કરીને કેબલ બીછાવવાનું કામ નહીં કરવું પડે. પરંતુ કંપની નોઈઝ એલિમિનેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્પીડ વધારશે.
એરટેલે ગુરુવારે પોતાની V-Fiber સુપરફાસ્ટ બ્રોડબેન્ડ સર્વિસને ભારતમાં લોન્ચ કરી છે. હાલમાં તેની શરૂઆત ચેન્નઈથી કરવામાં આવીછે. પરંતુ આવનારા કેટલાસ સપ્તાહમાં તેને દિલ્હી-એનસીઆર અને બેંગલુરુ સહિત દેશના 87 શહેરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીનો દાવો છે કે તેનાથી ગ્રાહકોને 100Mbps સુધી સ્પીડ મળશે. તેની સાથે જ કંપનીએ અનલિમિટેડ ફ્રી-વોયસ કોલિંગનો વ્યાપ પણ વધારી દીધો છે. અનલિમિટેડ ફ્રી વોયસ કોલિંગ સુવિધા પહેલા પસંદગીના બ્રોડબેન્ડ પ્લાનની સાથે જ મળી રહી હતી, હવે તે દરેક બ્રોડબેન્ડ ગ્રાહક માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -