BSNLએ લોન્ચ કરી વધુ એક ધમાકેદાર ઓફર, ગ્રાહકોને મળશે રોજના 10જીબી ઇન્ટરનેટ ડેટા
નવા બ્રોડબેન્ડ કનેક્શન માટે યૂઝર્સે બીએસએનલના નજીકના સર્વિસ સેન્ટર પર જવાનું રહેશે અથવા ટોલ ફ્રી નંબર 1800 345 1500 પર કોલ કરવાનો રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીએસએનલના ડાયરેક્ટર એન કે ગુપ્તાએ જણાવ્યું કે, બીએસએનએલ દેશમાં એક માત્ર એવી કંપની છે જે વાયરલાઈન બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત દરરોજનો 10 જીબી ડાઉનલોડ ડેટા આપી રહી છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, આ પ્લાનને યૂઝર્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનેક નવા યૂઝર્સ પણ વાયરલાઈન બ્રોડબેન્ડ સર્વિસનો લાભ લઈ રહ્યા છે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં પ્રતિસ્પર્ધા દિવસેને દિવસે વધી રહી છે. ટેલીકોમ કંપનીઓના આ પ્રાઈસિંગ વોરમાં BSNLએ પોતાના બ્રોડબેન્ડ યૂઝર્સ માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. કંપનીએ 2 એમબીપીએસ સ્પીડની સાથે એક્સીપીરિયન્સ અનલિમિટેડ BB 249 પ્લાન રજૂ કર્યો છે.
આ પ્લાન અંતર્ગત યૂઝર્સને ડાઉનલોડિંગ માટે 10 જીબી ડેટા પ્રતિ દિવસ આપવામાં આવશે. તેની સાથે જ બીએસએનલથી અન્ય નેટવર્ક પર અનલિમિટેડ પ્રી કોલ્સ (રાત્રે 9 કલાકથી સવારે 7 કલાકસુધી) આપવામાં આવશે. એટલું જ નહીં, રવિવારે આખો દિવસ અનલિમિટેડ ફ્રી કોલ્સ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -