Jioને ટક્કર આપવા આ કંપનીની મહિને 99 રૂપિયામાં 45 જીબી ડેટાની ઓફર
નવા 99 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. દરેક પ્લાનમાં એફયૂપી લિમિટ લાગુ થશે. જ્યારે 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 5 જીબી ડેટા મળશે. જ્યારે 299 રૂપિયામાં દરરોજ 10 જીબી અને 399 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 20 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં પણ સ્પીડ 20 એમબીપીએસ સુધી મળશે અને દૈનિક લિમિટ ખત્મ થયા બાદ સ્પીડ ઘટીને 1 એમબીપીએસ પર આવી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્લાનની સાથે કંપની એક ફ્રી ઈમેલ આડી અને 1 જીબી સ્ટોરેજ સ્પેસ પણ ઓફર કરી રહી છે. જોકે આ પ્રમોશનલ ઓફર છે અને માત્ર 90 દિવસ સુધી જ વેલિડ રહેશે. છ મહિના બાદ યૂઝર્સે આ પ્લાનનો લાભ લેવા માટે બીએસએનલમાં ઉપલબ્ધ પ્લાનની પસંદગી કરવી પડશે. અહેવાલ અનુસાર નવા યૂઝર્સે 500 રૂપિયા ડિપોઝીટ પણ આપવી પડશે.
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે ડેટા લિમિટની સાથે ચાર નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં 20 એમબીપીએસ સુધી ડેટા સ્પીડ મળે. અહેવાલ અનુસાર, આ પ્લાનને કંપનીએ પ્રમોશનલ બેસિસ પર લોન્ચ કર્યો અને આ માત્ર નવા યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. બીએસએનએલે આ પ્લાનને નવા સબ્સક્રાઈબર્સને આકર્ષવા માટે રજૂ કરવામાં આવ્યો છે. નોન-FTTH બીએસએનએલ પ્લાનની શરૂઆત 99 રૂપિયાથી થાય છે જે 399 રૂપિયા સુધી જાય છે. ગ્રાહકોને આ પ્લાનમાં 45 જીબી ડેટાથી લઈને 600 જીબી ડેટા દર મહિને મળશે.
કહેવાય છે કે, સરકારી ટેલિકોમ કંપનીએ જિઓને ટક્કર આપવા માટે આ નવો પ્લાન લોન્ચ કર્યો છે. જણાવીએ કે જીઓ ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસમાં 100 એમબીપીએસ સુધીની સ્પીડ મળવાની ધારણા છે. ઉપરાંત ટૂકંમાં લોન્ચ થનારી જિઓ ફાઈબર સર્વિસમાં 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં જિઓ ટીવી એક્સિસ અને અનલિમિટેડ કોલ પણ મળશે.
Telecom Talk અહેવાલ અનુસરા, બીએસએનએલના નવા પ્લાન્સને BBG ULD કોમ્બો બ્રોડબેન્ડ પ્લાન કહેવામાં આવશે અને આ પ્લાનમાં 20 એમબીપીએસ સ્પીડ મળશે. ડેટા લિમિટ ક્રોસ થયા બાદ આ સ્પીડ 1 એમબીપીએસ સુધી આવી જશે. ઉપરાંત દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. આ બ્રોડબેન્ડ પ્લાન્સ દેશભરમાં ઉપલબ્ધ અંડમાન અને નિકોબાર સિવાય બધે જ ઉપલબ્ધ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -