માત્ર 249 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ અને સાથે ફ્રી કોલિંગ, BSNL સૌને પછાડવા મેદાનમાં
આ ઓફર અંતર્ગત તમને 2 એમબીપીએસની સ્પીડ મળશે, પરંતુ 1 જીબી ડેટાનો વપરાશ કર્યા બાદ ઇન્ટરનેટની સ્પીડ 1 એમબીપીએસ થઈ જશે. 9 રૂપિયામાં અનલિમિટેડ ઇન્ટરનેટ સુવિધા કોઈપણ ટેલીકોમ કંપની નથી આપી રહી.
કંપની હવે માત્ર 9 રૂપિયામાં આખો મહિનો અનલિમિટેડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે. તમારે માત્ર 9 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે જેના બદલામાં આખો મહિને અનલિમિટેડ ઇન્ટરનેટ મળશે.
અનલિમિટેડ વાયરલાઈન બ્રોડબેન્ડ પ્લાનમાં ફ્રી વોઈસ કોલિંગની સાથે રવિવારેના દિવસે કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ અને અન્ય દિવસે રાત્રે 9 કલાકથી સવારે 7 કલાક સુધી ફ્રી કોલિંગની સુવિધા મળશે.
BSNLએ 9 સપ્ટેમ્બરથી અનલિમિટેડ વાયરલાઈન બ્રોડબેન્ડ નામે એક નવો પ્લાન લોંચ કર્યો છે. આ પ્લાન અંતર્ગત માત્ર 249 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ અને ફ્રી કોલિંગ મેળવી શકો છો.
નવી દિલ્હીઃ Reliance Jioના એકદમ મફતના ભાવે 4G ઇન્ટરનેટ ડેટા આપવાના પ્લાન લોંચ થયા બાદ ટેલીકોમ કંપનીઓ વચ્ચે ડેટા વોર શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની માલિકીની ટેલીકોમ કંપની BSNLએ પણ આ ડેટા વોરમાં ઝૂકાવ્યું છે.