રેલવે બજેટ 2017: IRCTCથી ટિકિટ લેવા પર નહીં લાગે સર્વિસ ચાર્જ, રેલવે પ્રવાસીઓને મળી આ 10 ભેટ
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ મોદી સરકારનું ચોથું બજેટ રજૂ કર્યું. 93 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ રજૂ કરવાનો આવ્યું. આવખતે બજેટમાં રેલવે પ્રવાસીઓ માટે ભાડામાં છૂટ જેવી કોઈ જાહેરાત કરવામાં આવી નહીં. પરંતુ રાહતની વાત એ છે કે ભાડામાં કોઇપણ પ્રકારનો વધારો પણ કરવામાં આવ્યો નથી અને નવી કોઈ ટ્રેનની જાહેરાત પણકરવામાં આવી છે. આગળ વાંચો રેલવે બજેટને લઈને જેટલી દ્વારા કરવામાં આવેલ પાંચ ખાસ વાત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી મેટ્રો રેલ નીતિ લાવવામાં આવશે. 3500 કિલોમીટર નવી રેલવે લાઈન લગાવવામાં આવશે. પર્યટન અને તીર્થ સ્થળો માટે વિશેષ ટ્રેન હશે. આઈઆરસીટીસીથી ટિકિટ બુકિંગ પર સર્વિસ ટાર્જ નહીં લાગે.
500 સ્ટેશન વિકલાંગોની સુવિધા અનુસાર બનાવવામાં આવશે. જેટલીએ કહ્યું કે, નદી, રસ્તા અને રેલવે દેશની જીવન રેખા છે. પેસેન્જર સુરક્ષા માટે રેલવે કેપેક્સ ફંડ બનાવવામાં આવશે, એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ. રેલવેનું બજેટ 1,31,000 કરોડ રૂપિયાનું હશે.
સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. 300 સ્ટેશનોથી શરૂઆત કરવામાં આવશે. 2019 સુધી તમામ ટ્રેનોમાં બાયો ટોયલેટ લગાવવામાં આવશે. માનવરહિત ક્રોસિંગ સંપૂર્ણ રીતે ખત્મ કરવામાં આવશે.
7000 રેલવે સ્ટેશોનો પર સૌર ઉર્જાની સુવિધા આપવામાં આવસે. સરકાર 25 સ્ટેશનની પસંદગી કરશે જેનો વિકાસ કરવામાં આવશે. રેલવે કોચ સંબંધિત ફરિયાદોના સમાધાન માટે સરકાર દ્વારા કોચ મિત્ર સુવિધાનો પ્રસ્તાવ.
રેલવેનું ભાડું ખર્ચ, સામાજિક જવાબદારી તથા પ્રતિસ્પર્ધાના આધારે નક્કી કરવામાં આવશે. ચાલુ નાણાંકીય વર્ષમાં 2800 કિલોમીટરની લાઈન શરૂ કરવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -