આ છે જેટલીની બજેટ ટીમ, 5 લોકો મળીને તૈયાર કરી રહ્યા છે Budget, જાણો વિગતે
અજય નારાયણ ઝાઃ મણિપુર-ત્રિપુરા કેડરના 59 વર્ષના નારાયણ ઝા 1982 બેચના આઇએએસ અધિકારી છે. હાલ તેઓ નાણા સચિવ છે અને 31 જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગિરીશ ચંદ્ર મુર્મૂઃ 1985 બેચના આઈએએસ અધિકારી ગિરીશ ચંદ્ર મુર્મૂ નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. ગુજરાતમાં મોદી સાથે કામ કરવાનો તેમને સારો અનુભવ હોવાના કારણે કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ આગામી નાણા સચિવ હશે. બજેટના એક દિવસ પહેલા અજય નારાયણ ઝા નિવૃત્ત થતાં હોવાના કારણે ગિરીશ ચંદ્ર તેમનું સ્થાન લેશે.
અજય ભૂષણ પાંડેઃ મહારાષ્ટ્ર કેડરના 1984 બેચના આઈએએ અધિકારી ભૂષણ પાંડેની જીએસટી પર સારી પકડ છે. હાલ તેઓ બજેટ ટીમનો મુખ્ય હિસ્સો છે.
સુભાષ ચંદ્ર ગર્ગઃ રાજસ્થાન કેડરના 1983 બેચના આઈએએસ ઓફિસર સુભાષ ચંદ્ર ગર્ગ આર્થિક બાબતોના સચિવ છે. આ પહેલા તે વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે. વિવિધ સંસ્થાને ફંડ આપવાના ફેંસલાનો અધિકાર પણ તેમની પાસે છે. ગત બજેટનો અનુભવ પણ તેમને છે.
અતાનુ ચક્રવર્તીઃ ગુજરાત કેડરના 1985 બેચના આઈએએસ ઓફિસર અતાનુ ચક્રવર્તી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી છે. આ પહેલા તેઓ પેટ્રોલિયમ મંત્રાલયમાં હાઇડ્રોકાર્બન વિભાગના ડાયરેક્ટર જનરલ હતા. ઉપરાંત ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં એમડી પણ રહી ચુક્યા છે. તેમને વિવિધ રાજ્યોમાં કામ કરવાનો અનુભવ છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી, 2019ના રોજ રજૂ થશે. બજેટ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. બજેટ બનાવનારી ટીમમાં 5 સભ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -