ડિવોર્સ માટે 200 કરોડ લેનારાં મોનિકા પોતે છે 1000 કરોડનાં સામ્રાજ્યનાં વારસદાર, પિતા છે મોટા ઉદ્યોગપતિ, જાણો વિગત
ગરવારે પોલિસ્ટર લિમિટેડની સ્થાપના સ્વ. પદ્મભૂષણ ડો. ભાલચંદ્ર ગરવારેએ 1933માં ગરવારે મોટર્સ અને એન્જિનિયર્સ પ્રા. લિમિટેડ તરીકે કરી હતી. બાદમાં 1957માં શશિકાંત ગરવારે કંપનીના એમડી અને ચેરમેન બન્યા. કંપનીમાં તેમને તેમની ત્રણ દીકરી સરીતા ગરવારે, સોનિયા ગરવારે અને મોનિકા ગરવારે મદદ કરી રહી છે. ગરવારે પોલિસ્ટર 18 દેશમાં તેની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે.
મોનિકા મોદી અંગે વાત કરીએ તો તે મુંબઈ સ્થિત ગરવારે પોલિસ્ટર લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન શશિકાંત ગરવારેની પુત્રી છે. મોનિકાએ ન્યૂયોર્કની વાસ્સર કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી, જ્યારે જોસેફ આઈ. લુબિન સ્કૂલ ઓફ બિઝનેસમાં એમબીએ કર્યું છે. મોનિકા ગરવારે પોલિસ્ટર લિમિટેડમાં વાઈસ ચેરમેન અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. તેમજ બીજી 10 કંપનીઓના બોર્ડમાં પણ ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. તે મુંબઈના હાઈ પ્રોફાઈલ સોશિયલ સર્કલમાં પણ ખૂબ જાણીતી છે.
અમદાવાદ: કેડિલા ફાર્માસ્યુટિક્લના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા મોદીએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમીલી કોર્ટમાં અરસ પરસની સંમતિથી છુટાછેડા મેળવવા માટે કરેલી અરજીના સંદર્ભમાં બન્ને જણાં સોમવારે ફેમીલી કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં ફેમીલી કોર્ટના જજે બન્ને લોકોના નામ પુછ્યા બાદ કહ્યું હતું કે, છુટાછેડાની અરજી ઉપર ફેરવિચારણા કરવી છે કે કેમ? ત્યારે બન્ને જણાંએ કોર્ટને કહ્યું હતું કે, 2012થી લગ્ન જીવનના હક્ક ભોગવતા નથી અને અમે બન્ને જણાં સંમત્તિથી છુટા થવા માંગીએ છીએ. ત્યારબાદ ફેમીલી કોર્ટે છુટેછેડાની અરજીનો ચુકાદો 30મી ઓક્ટોબરે રાખ્યો છે.