Heroનું નવું સ્કૂટર થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
હીરોએ નવા સ્કૂટરમાં 125સીસી સિંગલ-સિલિન્ડર, એરકૂલ્ડ એન્જિન આપ્યું છે. આ એન્જિન 6750 rpm પર 8.7 bhpનો પાવર અને 5000 rpm પર 10.2 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. સારી માઈલેજ માટે કંપનીએ પ્રથમ વખત પોતાના સ્કૂટરમાં આઈડલ-સ્ટાર્ટ-સ્ટોપ-સિસ્ટમ એટલે કે i3S સિસ્મટ આપવામાં આવી છે. કહેવાય છે કે, માર્કેટમાં આ સ્કૂટરની ટક્કર હોન્ડા ગ્રાજિયા, સુઝુકી એક્સેસ 125 અને ટીવીએસ એનટોર્ક જેવા સ્કૂટર્સ સાથે થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફીચર્સની વાત કરીએ તો તેમાં ઓપ્શનલ ફ્રન્ટ ડિસ્ક બ્રેક, ઇન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (આઈબીએસ), સાઈડ સ્ટેન્ડ ઇન્ડીકેટર, સર્વિસ રિમાઈન્ડર, પાસ સ્વિચ અને એક્સટર્નલ ફ્યૂઅલ ફિલિંગ વગેરે સામેલ છે. હીરો ડેસ્ટિની 125 વીએક્સમાં બૂટ લાઈટ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, ક્રોમ ફિનિશ, કાસ્ટ વીલ્જ અને ડ્યૂ્લ ટોન સીટ કવર આપવામાં આવ્યું છે.
હીરોએ નવા 125 સીસીવાળા સ્કૂટરની વાત કરીઓ તો તે 110 સીસીવાળા Hero Duetની જેવું દેખાય છે, પરંતુ તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ જોવા મળશે. જણાવીએ કે, ડેસ્ટિની 125ના ઓટો એક્સ્પો 2018માં Hero Duet 125 નામથી રજૂ કર્યું હતું. આ નવું સ્કૂટર હીરોનું સંપૂર્ણ ઇન-હાઉસ પ્રોડક્ટ છે, જેને જયપુર સ્થિત હીરો મોટોકોર્પના આર એન્ડ ડી સેન્ટરમાં ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ Hero MotoCorpએ 125 સીસીવાળું પોતાનું નવું સ્કૂટર Hero Destini 125 લોન્ચ કર્યું છે. કંપનીએ તેને Destini 125 LX અને Destini 125 VX નામથી બે વેરિયન્ટ માર્કેટમાં ઉતાર્યા છે. દિલ્હીમાં તેની એક્સ શોરૂમ કિંમત ક્રમશઃ 54,650 રૂપિયા અને 57,500 રૂપિયા રાખવામાં આવી છે. હીરો ડેસ્ટિની 125ની ડિલિવરી ત્રણથી ચાર સપ્તાહની વચ્ચે શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -