CAGએ બજારમાંથી મૂડી મેળવવાને લઈને સરકારી બેંકોની ક્ષમતા પર ઉઠાવ્યા સવાલ
કેગે સંસદમાં રજૂ પોતાના અહેવાલમાં કહ્યું કે, અત્યાર સુધી જાન્યુઆરી 2015થી માર્ચ 2017 સુધી સાર્વજનિક ક્ષેત્રની બેંકોએ બજારમાંથી માત્ર 7726 કોરડ રૂપિયાની મૂડી મેળવી છે. તેનાથી 2019 સુધી એક લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ મેળવવાની શક્યતાને લઈને આશંકા છે. અહેવાલ અનુસાર નાણાંકીય સેવા વિભાગે કેગને જૂન 2017માં જાણકારી આપી હતી કે બજાર દ્રષ્ટિકોણ ખાસ કરીને બેંક શેરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, મજબૂત અને મોટી સરકારી બેંકોના શેર બજારમાં 52 સપ્તાહની ટોચ પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG-કેગ)એ બેંકો દ્વારા 2019 સુધી બજારમાંથી અંદાજે એક લાખ કરોડ રૂપિયા મેળવવાની સંભાવના પર આશંકા વ્યક્ત કરી છે. જોકે નાણાં મંત્રાલયે જોર દઈને કહ્યું છે કે, મોટી બેંક ફંડ મેળવવામાં સફળ થશે. સરકારની ઇન્દ્રધનુષ યોજના 2015-19 અનુસાર બેંક બજારમાંથી 2015-19 દરમિયાન 1.1 લાખ રોડ રૂપિયા મેળવશે. સાથે જ સરકાર 70,000 કરોડ રૂપિયાની મૂડી ઠાલવસે જે જોખમ નિયમ બાસેલ ત્રણ અંતર્ગત 1.8 લાખ કરોડની મૂડીની જરૂરતને પૂરી કરી શકે.
મીડિયાના રીપોર્ટસ અનુસાર, સીએજીએ પોતાના રીપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે 12 સરકારી બેન્કોનો નફો વધારીને બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બેન્કોએ એનપીએની સરખામણીએ બરાબર જોગવાઈ નથી કરી. મૂડી એકત્ર કરવા માટે નિયમોની અવગણના કરવામાં આવી છે. સીએજીએ જણાવ્યું કે કોર્પોરેશન બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ને જરૂર કરતા વધારે મૂડી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -