આ છે દેશની શ્રેષ્ઠ ટેલીકોમ કંપની, નથી થતો એક પણ કોલ ડ્રોપ, જાણો
હાલના નિયમ અનુસાર પીઓઆઈ (પોઈન્ટ ઓફ ઇન્ટરકનેક્ટ) પર 1,000 માંથી 5થી વધારે કોલ ડ્રોપ થવા ન જોઈએ. આ અંગે શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધી ઉલ્લેખનીય સુધારા થયા છે અને આગળ પણ સુધારા ચાલુ છે, ત્યાર બાદ પણ સાત અને 11 (ટેલીકોમ સર્કલ જ્યાં માનકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે)નાં આંકડા ચિંતાજનક છે. માટે અમે વોડાફોન, રિલાયન્સ જિયો તથા એરટેલની બેઠક આવતા સપ્તાહે બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશર્માએ જણાવ્યું કે, કોલ ડ્રોપ થવાનો દર માનક કરતાં વધારે અને જો માનકોનું પાલન ન થાય તો ટ્રાઈ તેને અસંતોષજનક અને ઉલ્લંઘન ગણશે.
એરટેલના મામલે કુલ સાત સર્કલમાં કોલ ડ્રોપ રેટ 0.5 ટકાના માનક કરતાં વધારે છે. વોડાફોનના મામલે 22માંથી 11 સર્કલમાં કોલ ડ્રોપ નિશ્ચિત માનક કરતાં વધારે છે.
ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)ના ચેરમેન આર એસ શર્માએ કહ્યું કે, આંકડા અનુસાર આઈડિયા સેલ્યૂલરના મામલે કોઈપણ સર્કલમાં કોલ ડ્રોપ થવાનો એક પણ કેસ સામે નથી આવ્યો.
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈએ ગુરુવારે કહ્યું કે, તે કોલ ડ્રોપ મુદ્દે એરટેલ, વોડાફોન તથા રિલાયન્સ જિયોની સાથે આવતા સપ્તાહે સમીક્ષા બેઠક કરશે. નિયામકે એ વાતની ચિંતા વ્યક્ત કરી કે ઇન્ટરકનેક્ટ પોઈન્ટ પર કોલ પૂરા ન થવાની ફરિયાદ આજે પણ નિશ્ચિત માનક કરતાં ઉપર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -