પ્રામાણિક ટેક્સપેયરનું સન્માન કરશે CBDT, ચાર શ્રેણીમાં આપવામાં આવશે સર્ટિફિકેટ
સીબીડીટી આકારણી વર્ષ 2016-17 માટે જેમણે ટેક્સની ચૂકવણી કરી છે તેના આધારે જુદી જુદી શ્રેણીમાં ઈમેલ દ્વારા વ્યક્તિગત ટેક્સપેયરને સર્ટિફિકેટ મોકલશે. આ સર્ટિફિકેટ એવા લોકોને મોકલવામાં આવશે જેમમે સમયસર ટેક્સની ચૂકવણી કરી દીધી છે અને જેમના પર કોઈ ટેક્સનું બાકી લેણું નથી તથા રિટર્ન સમયસર ફાઈલ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંદાજે 8.43 લાખ ટેક્સપેયરને સમયસર ટેક્સની ચૂકવણી કરવા માટે ઈમે દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે. જેટલીએ કહ્યું કે, આ પહેલથી ટેક્સની ચૂકવણી સમયસર કરવા માટે લોકોમાં જાગૃકતા આવશે. જે ચાર શ્રેણી નક્કી કરવામાં આવી છે તેમાં પ્લેટિન (જેમણે એક કરોડ રૂપિયા કરતાં ધારે ટેક્સ ચૂકવ્યો છે), ગોલ્ડ (50 લાખથી એક કરોડ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), સિલ્વર (10થી 50 લાખ રૂપિયા સુધી ટેક્સ ચૂકવ્યો છે), બ્રોન્ઝ (1થી રૂપિયા 10 લાખ સુધી ટેક્સ ચૂકવ્યો છે) પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા છે.
આ અંગે નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સમયસર ટેક્સ ચૂકવવો તો દરેક નાગરિકની જવેબદારી છે અને પ્રામાણિક ટેક્સપેયરને સન્માનિત કરવાથી ટેક્સ ચૂકવવાના લોકોના વલણમાં ચોક્કસ બદલાવ આવશે. જેટલીએ કહ્યું કે, ટેક્સ ચૂકવવો તે દરેકની ફરજ છે અને જવાબદારી છે, ચૂકવવા પાત્ર ટેક્સની ચૂકવણી વિશ્વના મોટાભાગના દેશમાં સ્વીકાર્ય ચલણ છે. સમય પર ટેક્સ ચૂકવણી કરનાર લોકોનું સન્માન કરતાં સમયે જેટલીએ આ વાત કહી હતી.
આવા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે જેના પર સીબીડીટીના ચેરપર્સનની સહી હશે. અધિકારીઓના જણાવ્યાનુસાર દાયકા બાદ ઇમાનદાર અને નિયમોને અનુસરનારા ટેક્સપેયરનું સન્માન કરવાની નીતિ ફરીથી આવી રહી છે. આ યોજના અંતર્ગત કેટલાક લોકોને નાણાં પ્રધાન અરૂણ જેટલીએ ખુદ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યું છે જ્યારે બાકીના લોકોને ઈમેલ દ્વારા સર્ટિફિકેટ મોકલવામાં આવશે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ એવા પ્રામાણિક અને નિયમને અનુસરનારા લાખો ટેક્સપેયરનું સન્માન કર્યો છે જે વર્ષોથી સજાગ રહીને ટેક્સની ચૂકવણી કરતા હોય. સીબીડીટીએ તેના માટે ચાર શ્રેણી મોટા, નિયમિત, અનુપાલન કરનાર અને સજાગ કરદાતા બનાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -